Sunday, June 7, 2026
HomeGeneral‘અલ્લાહ હુ અકબર, હર હર મહાદેવ’ના નારા લગાવનાર ખેડૂત નેતા ગુલામ મોહમ્મદ...

‘અલ્લાહ હુ અકબર, હર હર મહાદેવ’ના નારા લગાવનાર ખેડૂત નેતા ગુલામ મોહમ્મદ જૌલાનું નિધન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ત્રણ રદ થયેલા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરનારા નેતાઓમાંના એક ગુલામ મોહમ્મદ જૌલાનું નિધન થયું છે. આંદોલન દરમિયાન જૌલાએ જ ‘હર-હર મહાદેવ, અલ્લાહ-હુ-અકબર’નો નારો શરૂ કર્યો હતો. પાછળથી આ સૂત્ર ખૂબ પ્રખ્યાત થયું. અહેવાલો અનુસાર, જૌલાનું 16 મેના રોજ સવારે લગભગ 6.30 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું.



ગુલામ મોહમ્મદ જૌલાને ખેડૂત નેતા મહેન્દ્ર સિંહ ટિકૈતના નજીકના કહેવામાં આવ્યા હતા. 2013માં મુઝફ્ફરનગર રમખાણોને પગલે જૌલાએ ભારતીય કિસાન સંઘને અલવિદા કહી દીધું હતું. ત્યાર બાદ તેમણે ભારતીય કિસાન મજદૂર મંચ નામની એક નવી સંસ્થા બનાવી. ખેડૂત આંદોલન દરમિયાન જૌલા હિન્દુ-મુસ્લિમ એકતાના મહાન હિમાયતી તરીકે ઉભરી આવ્યા હતા. ખેડૂત આંદોલન દરમિયાન જૌલાએ ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને કેન્દ્રની મોદી સરકારની અન્ય નીતિઓની પણ ટીકા કરી હતી.

ગુલામ મોહમ્મદ જૌલા મહેન્દ્ર સિંહ ટિકૈતના સમયથી જાટ-મુસ્લિમ એકતાનો મોટો ચહેરો છે. આવી સ્થિતિમાં જ્યારે ખેડૂત આંદોલન દરમિયાન ફરી આ એકતાની જરૂરિયાત અનુભવાઈ ત્યારે ફરી એકવાર જોલાને આગળ કરવામાં આવ્યા હતા. જૌલા મહેન્દ્ર સિંહ ટિકૈતના મંચનું સંચાલન કરતાં હતા.



અહેવાલો અનુસાર 2013ના મુઝફ્ફરનગર રમખાણો બાદ જૌલાએ ખુલ્લેઆમ રાકેશ ટિકૈત અને નરેશ ટિકૈત પર નિશાન સાધ્યું હતું. અહીં ખેડૂત આંદોલનના મંચ પર જૌલાની હાજરી પર ભાજપના નેતાઓએ નિશાન સાધ્યું હતું. પશ્ચિમ યુપીના વરિષ્ઠ નેતાઓએ કહ્યું હતું કે મુઝફ્ફરનગરને રમખાણોની આગમાં નાખનારા નેતાઓ ખેડૂત આંદોલનના મંચ પર બેઠા છે.

- Advertisement -

ગત વર્ષે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી ત્યારે ગુલામ મોહમ્મદ જૌલાનું નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને સફળતા મળી કારણ કે તેઓ ધર્મના નામે વહેંચાયેલા નથી. તેમણે અગાઉ કહ્યું હતું કે થોડા વર્ષો પહેલા ધર્મના નામે ભટકી ગયેલા યુવાનો પાછા આવ્યા છે.





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular