Friday, April 26, 2024
HomeGeneralઅમદાવાદ ટ્રાફિક પોલીસને મળશે નવું સૉફ્ટવેર, ટ્રાફીકનું નિયમ સરળ કરવાનો ઉદેશ્ય

અમદાવાદ ટ્રાફિક પોલીસને મળશે નવું સૉફ્ટવેર, ટ્રાફીકનું નિયમ સરળ કરવાનો ઉદેશ્ય

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ જેવા શહેરોમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, રસ્તા ઉપર વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેવા સમયે શહેરમાં રસતા ઉપર ટ્રાફિકના નિયમોનું પાલન કરવતા પોલીસકર્મીઓ માટે મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આ મુશ્કેલીઓને હળવી કરવા માટે અમદાવાદ પોલીસ દ્વારા એક નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવી રહી છે. આ પ્રયોગ અંતર્ગત શહેરમાં અલગ અલગ ટ્રાફિક સિગ્નલ ઉપર લાગેલા CCTV કેમેરાને એક નવા સૉફ્ટવેર સાથે જોડવામાં આવશે. આ સોફ્ટવેરની મદદથી પોલીસ દ્વારા ટ્રાફીકના નિયમોનું ઉલંઘન કરતાં લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.



ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત દરેક મહાનગરોમાં દરેક ચાર રસ્તા ઉપર અને સિગ્નલ ઉપર CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે. અત્યાર સુધી આ કેમેરાની મદદથી માત્ર ટ્રાફિક સિગ્નલ ભંગ માટે વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવતો હતો, પરંતુ ગુજરાતની એક આઇટી કંપનીના કેટલાક યુવાનોએ ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસ કમિશનરની મદદથી અમદાવાદ પોલીસને એક સૉફ્ટવેર આપવામાં આવ્યું છે. આ સૉફ્ટવેરની મદદથી ટ્રાફિકના નિયમોનું ઉલંઘન કરતાં વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સૉફ્ટવેરની મદદથી અમદાવાદનાં રસ્તાઓ ઉપર બેફામ બનેલા વાહનચાલકો ઉપર કેટલાક અંશે અંકુશ આવશે તેવી ધારણા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, ટ્રાફિક જોઇન્ટ કમિશનર મયંકસિંહ ચાવડા અને આઇટી કંપની દ્વારા અમદાવાદ શહેરમાં લાગેલા CCTV કેમેરાને આ નવા સૉફ્ટવેર સાથે લિન્ક કરવામાં આવશે. પ્રાયોગિક ધોરણે આ પ્રોજેક્ટ એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ ઉપર શરૂ કરવામાં આવશે.



આ સોફ્ટવેરની મદદથી જો કોઈ વાહનચાલક ઓવરસ્પીડમાં વાહન ચલાવતા હશે, કરમાં ડાર્ક ફિલ્મ હશે, સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય, હેલમેટ નહીં પહેર્યું હોય અથવા તો વાહનની નંબર પ્લેટ ઉપર કોઈ પ્રકારનું લખાણ હશે તો વાહન ચાલકોના ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે અને જો પાંચ કરતાં વધારે ઈ-મેમો વાહનચાલક નહીં ભરે તો તેમનું વાહન પણ ડીટેઈન કરવામાં આવશે.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular