નવજીવન ન્યૂઝ. અબુધાબીઃ સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહ્યાનનું શુક્રવારે 73 વર્ષની વયે નિધન થયું હતું. WAMની સત્તાવાર સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, “શુક્રવારે, 13 મેના રોજ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહ્યાનના નિધનની આ દુ:ખદ ઘડીમાં રાષ્ટ્રપતિ બાબતોનું મંત્રાલય યુએઈ અને ઇસ્લામિક વિશ્વના લોકો સાથે ઉભું છે…” મંત્રાલયે 40 દિવસનો શોક જાહેર કર્યો છે અને શુક્રવારથી યુએઈનો ઝંડો 40 દિવસ સુધી અડધા ભાગમાં ઉતારવામાં આવશે. જાહેર અને ખાનગી ક્ષેત્રની કચેરીઓમાં પણ પ્રથમ ત્રણ દિવસ માટે કામ સ્થગિત કરી દેવામાં આવ્યું છે.
શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહ્યાનએ 2004માં અબુધાબીના 16માં રાજા અને તેમના પિતાનું સ્થાન લઈને યુએઈના બીજા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. અબુધાબી યુએઈનું સૌથી ધનાઢ્ય અમીરાત છે. તેમણે 2014થી ક્યારેક ક્યારેક જાહેરમાં જોવા મળી રહ્યાં છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેમની સર્જરી કરવામાં આવી હતી, જોકે તેમણે આદેશ જારી કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમના ભાઈ અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયદને હવે આગામી કેટલાક વર્ષોમાં યુએઈના સ્વાભાવિક શાસક માનવામાં આવી રહ્યા છે.
ભારતીય નેતાઓએ દુબઈના રાષ્ટ્રપતિના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું છે. કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને લખ્યું છે કે કેરળ સાથે હંમેશા સારા સંબંધ રાખનારા શેખ ખલીફાના નિધનથી તેમને ખૂબ દુઃખ થયું છે. કોંગ્રેસ નેતા શશિ થરુરે ટ્વિટ કરીને કહ્યું, શેખ ખલીફાના નિધન પર અમારી સંવેદનાઓ યૂએઈના લોકો સાથે છે, તેઓ પોતાના દેશના વિચારશીલ નેતા અને ભારતના સારા મિત્ર હતા. આ સાથે જ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પણ આ ઘડીમાં ટ્વીટ કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે શેખ ખલીફાએ યુએઈમાં ઘણા સુધારા કર્યા જેનાથી આ દેશને સમૃદ્ધિના માર્ગે દોરી ગયા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











