Sunday, June 28, 2026
HomeGeneralજમ્મુ: વૈષ્ણોદેવીના મુસાફરોથી ભરેલી બસમાં કટરા પાસે આગ લાગતા ચારના મોત, 20...

જમ્મુ: વૈષ્ણોદેવીના મુસાફરોથી ભરેલી બસમાં કટરા પાસે આગ લાગતા ચારના મોત, 20 ઘાયલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જમ્મુ: જમ્મુના કટરા નજીક વૈષ્ણોદેવીના યાત્રાળુઓને લઈ જઈ રહેલી બસમાં આગ લાગતાં ચાર લોકોનાં મોત થયાં હતાં જ્યારે 20 જેટલા લોકો ઘાયલ થયા હતા. પોલીસે શુક્રવારે આ માહિતી આપી હતી. જાણકારી અનુસાર બસ કટરાથી જમ્મુ જઈ રહી હતી ત્યારે તેમાં આગ લાગી હતી. મોતની પુષ્ટિ કરતા જમ્મુ ઝોનના એડીજી મુકેશ સિંહે કહ્યું કે, શરૂઆતી તપાસમાં કોઈ વિસ્ફોટકના ઉપયોગનો ખુલાસો થયો નથી.

પોલીસના જણાવ્યા મુજબ ફોરેન્સિક એક્સપર્ટ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ લાગવાનું કારણ જાણવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કટરા વૈષ્ણોદેવી જનારા યાત્રાળુઓનો બેઝ કેમ્પ છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ વૈષ્ણોદેવીના દર્શને જાય છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ઘણા આગથી ખરાબ રીતે દાઝી ગયા છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular