નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. રાજકોટમાં રામપર બેટી ખાતે વિચરતા સમુદાયના લોકો માટે બનવવામાં આવેલી સંજીવની સોસાયટીના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી રાજકોટ મહાનગરપાલિકાની મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટ કોર્પોરેશનના કોર્પોરેટર્સ સાથે બેઠક કરી હતી અને સોલીડ વેસ્ટ ડિપાર્ટમેંટ માટે 31 ટીપરવાન અને બંધ બોડીની 2 ટ્રકને લીલીઝંડી આપી હતી, પરંતુ પહેલાથી રાજકોટમાં કચરો ઉઠવા માટે જે વાન આપવામાં આવી છે એ અંગે પણ કોર્પોરેશન કોઈ પગલા લે તે જરૂરી છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 31 ટિપર વાન અને 2 ટ્રકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મોટાપાયે પ્રસંગની ઉજવણી કરીને RMC દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પરંતુ અહિયાં સવાલ એ છે કે, નવી નક્કોર ટિપરવાન મુકવા માટે જ કોર્પોરેશન જવાબદાર છે કે તેની દયનીય હાલતની સમક્ષા કરી પગલા લેવાની પણ જવાબદારી કોર્પોરેશનની છે?
અવાર નવાર રાજકોટ શહેરમાં ભંગારની હાલતમાં કચરા જેવી કચરો ઉઠાવવાની વાનની લોકો મજાક કરતા હોય છે. તે બાબતે રાજકોટ કોર્પોરેશને આજ સુધી શું ધ્યાન આપ્યું અને કાર્યવાહી કરી તે મેયર અને કમિશનર જ જાણે ! પરંતુ લોકો મજાક કરતા ફરે છે કે નવી કચરા ગાડીની હાલત ફરી પાછી થોડા સમયમાં જ કચરા જેવી થવાની છે.
મહાનગરપાલિકા દ્વારા નવી ટિપર વાન મુકે તેમાં સામાન્ય રીતે કોઈ વાંધો ન હોય. પણ આટલા મોટા ખર્ચ અને તાયફા બાદ મૂકવામાં આવેલી ટિપરવાનની સંભાળ રાખવાની જવાબદારી પણ કોર્પોરેશને યાદ રાખવી જોઈએ. સાથે જ ટિપરવાન ખરાબ હાલત કરવા કે થવા પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ કરી કાર્યવાહી પણ કરવી જોઈએ.
![]() | ![]() | ![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.