Tuesday, September 8, 2026
HomeGeneralઅમદાવાદઃ 1 લાખ રૂપિયાનું 1 લીટર લિક્વિડ મગાવાના બહાને છેતરપિંડી કરતો હતો...

અમદાવાદઃ 1 લાખ રૂપિયાનું 1 લીટર લિક્વિડ મગાવાના બહાને છેતરપિંડી કરતો હતો આ શખ્સ, જાણો આ નાઈજીરિયન કેવી રીતે ફસાવતો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ડિજિટલ ઈન્ડિયામાં હવે છેતરપિંડી કરવાવાળા પણ ડિજિટલ બની ગયા છે. અલગ અલગ પદ્ધતિઓ અપનાવીને તેમણે લોકો સાથે લખો-કરોડો રૂપિયાની છેતરપિંડી કરે છે, આમ સામન્ય કરતાં પણ વધારે રકમની છેતરપિંડી ડિજિટલ માધ્યમમાં થાય છે. કારણ કે ડિજિટલ ફ્રોડ કર્યા બાદ આરોપી સુધી પહોંચવું ઘણું મુશ્કેલ છે. તેમ છતાં ગુજરાત પોલીસનો સાયબર ક્રાઇમ બ્રાન્ચ વિભાગ આવા આરોપીઓને શોધીને પકડી લે છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવી જ રીતે ઓનલાઈન છેતરપિંડી કરતી એક નાઈજીરિયન ગેંગના સભ્યને પકડી પાડવામાં આવ્યો છે.



અમદાવાદમાં એક વેપારીએ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ લખાવી હતી કે કેટલાક લોકોએ ANIGRA LIQUID EXTRACT નામનું એક લિક્વિડ મગાવાનું કહીને તેમની સાથે 8,18,00 રૂપિયાનું ઓનલાઈન ફ્રોડ કર્યું છે. ત્યાર બાદ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસમાં ફરિયાદીને મળેલા ઈ-મેઈલ અને એકાઉન્ટ નંબરના આધારે તેમને જાણવા મળ્યું કે આ આખું ક્રાઇમ મહારાષ્ટ્રથી ઓપરેટ થઈ રહ્યું છે. ત્યાર બાદ અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 1 ચીનેદુ અનુમોલે (CHINEDU ANUMOLE) અને 2 રાકેશ કશ્યપ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી આરોપી નંબર 1 મૂળ નાઈજીરિયાનો વાતની છે. આમ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આવી રીતે ઓનલાઈન ફ્રોડ કરતાં નાઈજીરિયન ગેંગના એક સભ્યને પકડી લીધો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ લોકોએ આવી રીતે એક નહીં પણ 13 લોકો સાથે છેતરપિંડી કરીને પોણા ત્રણ કરોડથી પણ વધારે રકમની છેતરપિંડી કરી છે. આ લોકો સોશિયલ મીડિયા દ્વારા જે તે વ્યક્તિ સાથે મિત્રતા કરીને ઈન્ડિયાથી એક લિક્વિડ મગાવાનું છે જે તમે અમને ખરીદીને મોકલાવો તેના બદલામાં અમે તમને કમિશન આપીશું તેવું કહીને લાલચ આપતા હતા. ત્યાર બાદ જ્યારે તેમના આપેલા એડ્રેસ અને કોંટેક્ટ દ્વારા ભોગબનનાર ANIGRA LIQUID EXTRACT નામનું લિક્વિડ ખરીદીને મોકલાવે જેની કિંમત 1,18,000 રૂપિયા છે. ત્યારે તેનું પેમેન્ટ કરી દેતા હતા, ત્યાર બાદ વધારે લિક્વિડની જરૂર છે તેમ કહીને વધારે લિક્વિડ માગવીને પછી તેમની સાથે છેતરપિંડી કરતાં હતા.



આમ જે કંપની લિક્વિડ વેચાતી હતી તે કંપની પણ આ ઓનલાઈન છેતરપિંડી કરતાં લોકોની જ હતી અને ખરીદી પણ તે જ કરતાં હતા એટલે જ્યારે ભોગબનનાર વ્યક્તિ લિક્વિડની ખરીદી કરીને આરોપીને મોકલે ત્યારે આ લોકો સામે પેમેન્ટ કરતાં ન હતા અને પૈસા લઈને પછી કોઈ જવાબ આપતા ન હતા જેના કારણે તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular