Tuesday, September 8, 2026
HomeGujaratદક્ષિણ ગુજરાતનાં ચૌધરી આદિવાસી સમાજના આગેવાનોએ બનાવ્યું નવું બંધારણ, આવનારી પેઢીને ધ્યાનમાં...

દક્ષિણ ગુજરાતનાં ચૌધરી આદિવાસી સમાજના આગેવાનોએ બનાવ્યું નવું બંધારણ, આવનારી પેઢીને ધ્યાનમાં રાખીને કર્યા આ નિર્ણય

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: આપણાં દેશમાં વર્ષોથી કહેવાય છે કે આપણાં દેશમાં વિવિધતામાં એકતા છે. ભારતમાં દરેક ધર્મ અને જાતિના લોકો રહે છે. ભારતમાં રહેતા દરેક ધર્મ કે જાતિના લોકો માટે લગ્ન કરવાના રિવાજો પણ તેમના આગવા હોય છે, પરંતુ જે તે સમયે બનેલા રિવાજો આજના સમયમાં એટલા કારગર ન હોવાના કારણે આ કાયદાઓને સમયાંતરે બદલતા રહેવું જરૂરી છે. એક જાગૃત અને વિકાસશીલ સમાજની તે જ નિશાની છે કે બદલાવને સ્વીકારે. તેવી જ રીતે ગુજરાતના દક્ષિણ ગુજરાતનાં ચૌધરી સમાજ દ્વારા નવું બંધારણ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે તેમજ કેટલાક રિવાજોને પણ નાબૂદ કરવામાં આવ્યા છે.



દક્ષિણ ગુજરાતના મહુવાના કાછલ ગામના ચૌધરી આદિવાસી સમાજના આગેવાનો સમાજ માટે નવા બંધારણની રચના કરવામાં આવી છે. સમાજના જૂના રિવાજો મુજબ પહેલા જે રિવાજો હતા તેના કારણે સમાજના લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, કેટલીક વાર લગ્નમાં દીકરીના પિતાને રિવાજો પૂરા કરવા માટે દેવું કરવું પડે તેવી સ્થિતિ નિર્માણ થતી હતી. જેના કારણે સમાજના આગેવાનોએ કેટલાક નિયમો અને પ્રતિબંધો સાથે સમાજ માટે નવું બંધારણ બનાવ્યું છે.

નવા બંધારણ મુજબ કેટલીક પ્રથાઓ ઉપર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. જેમ કે, સમાજમાં કોઈ પણ સગાઈમાં સોનાની વીંટી પહેરાવવી કે કેક કાપવી નહીં, તેમજ જમણવાર પણ ન રાખવો માત્ર મોઢું મીઠું કરાવીને સગાઈ કરવી. જ્યારે લગ્ન હોય ત્યારે ગામમાં કંકોત્રી આપવી નહીં, ગામમાં માત્ર નોતરું નાખી દેવું. લગ્નની વિધિમાં ફરજિયાત ચાંદીનું જ મંગળસૂત્ર પહેરાવવું જેથી સોનાનો ખર્ચ થાય નહીં. મરણપ્રસંગમાં જમણવાર રાખવો નહીં. તેમજ અલગ અલગ સામાજિક પ્રસંગો દરમિયાન બીડી અને તમાકુની જે થાળી મૂકવામાં આવે છે તેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.



ચૌધરી સમાજના આગેવાન જણાવે છે કે, “આગામી પેઢીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. સમાજના કેટલાક આગેવાનોએ એકત્રિત થઈને સર્વાનુમતે આ બંધારણ બનાવ્યું છે. આગામી 1 જુલાઇ 2022થી લાગુ થશે અને નવા બંધારણની એક ચોપડી બનાવીને સમાજના લોકોને આપવામાં આવશે.”

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular