Saturday, July 4, 2026
HomeGeneralરાજસ્થાન: બાળકોને બચાવવા પોલીસ કોન્સ્ટેબલ જીવના જોખમે ભભૂકતી આગમાં કૂદયો

રાજસ્થાન: બાળકોને બચાવવા પોલીસ કોન્સ્ટેબલ જીવના જોખમે ભભૂકતી આગમાં કૂદયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જયપુર: રાજસ્થાનમાં ત્રણ દિવસ અગાઉ હિંસા થઈ હતી. આ હિંસામાં અનેક જગ્યાએ તોડફોડ કરવામાં આવી હતી. ઉપરાંત દુકાનોમાં આગ છાપવામાં આવી હતી. આ હિંસા દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલે જીવના જોખમે એક મહિલાઓ અને માસૂમ બાળકોને બહાદુરી પૂર્વક બહાર કાઢ્યા હતા. હાલ સોશિયલ મીડિયામાં કોન્સટેબલના ફોટો વાયરલ થઈ રહ્યા છે અને ચારેકોર તેની પ્રશંસા કરવામાં આવી રહી છે.



માહિતી અનુસાર, રાજસ્થાનના કરૌલી શહેરમાં ત્રણ દિવસ અગાઉ સાંજના સમયે હિન્દુવાદી સંગઠનની બાઈક રેલી પર પથ્થરમારાની ઘટના બની હતી. ત્યાર બાદ ટોળાઓ બેકાબૂ થતાં અનેક દુકાનો આગ ચાપી દીધી હતી. તે દરમિયાન માર્કેટમાં ખરીદી કરવા ગયેલી બે મહિલા પોતાનો જીવ બચાવવા માટે નજીકના એક મકાનમાં સંતાઈ ગઈ હતી, પરંતુ આ મકાન પણ ચારેબાજુથી આગ લપેટાઈ ગયું હતું. જેથી મહિલાઓ અને તેની સાથેના બાળક રડવા લાગ્યા. રડતાં બાળકોનો અવાજ સાંભળીને કોન્સ્ટેબલ નેત્રેશ દોડીને ત્યાં ગયો અને બાળકોને તેડીને બહારની તરફ ભાગ્યો. કોન્સ્ટેબલની પાછળ-પાછળ મહિલાઓ પણ દોડીને બહાર નીકળી ગયા હતા.



આ બનાવ બાદ મુખ્યમંત્રી અશોક ગહેલોતે કોન્સ્ટેબલ નેત્રેશ શર્માને હેડ કોન્સ્ટેબલના પદ પર પ્રમોશન કરવાનું આશ્વાસન આપ્યું છે. CM ગહેલોતે મોબાઇલથી કોન્સટેબલ નેત્રેશ સાથે વાતચીત કરી હતી. CM કહ્યું હતુ કે મને સાંભળીને વાંચીને ખુબ જ સારુ લાગ્યું, મારા તરફથી આપને ખુબ ખુબ વધામણાં, આપને કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલમાં પ્રમોટ કરવામાં આવશે. કોન્સ્ટેબલે પણ CMનાં આ નિર્ણયનો આભાર માન્યો અને કહ્યું કે, મેં તો મારી ડ્યુટી કરી હતી.


- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular