Monday, August 17, 2026
HomeGujaratRajkotરાજકોટમાં નકલી નોટના કૌભાંડમાં 5ની ધરપકડ, આંતરરાજ્ય કારસ્તાન ખુલે તેવી સંભાવના

રાજકોટમાં નકલી નોટના કૌભાંડમાં 5ની ધરપકડ, આંતરરાજ્ય કારસ્તાન ખુલે તેવી સંભાવના

- Advertisement -

તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. રાજકોટ): રાજકોટ(Rajkot) શહેરના યાજ્ઞિક રોડ પર સ્થિત એક્સીસ બેંકમાં નકલી નોટ(Fake Note Scam) જમા કરાવવાના કારસ્તાન મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. આ મામલે રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન(Rajkot Police) દ્વારા 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ ગેંગને નકલી નોટ સપ્લાઈ કરનાર સપ્લાયર સહિતના શખ્સોની ધરપકડ માટે પોલીસની ટીમ કામે લાગી છે. મળતી વિગતો મુજબ આ નકલી ચલણી નોટની સપ્લાઈ મહારાષ્ટ્રનો શખ્સ કરી રહ્યો હતો.

ઘટનાની વિગત એવી છે કે, રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી એક્સિસ બેંકના બ્રાંચ ઓપરેશન હેડે ગત 13 જાન્યુઆરીના રોજ એ ડિવિઝન પોલીસને નકલી નોટ મામલે ફરિયાદ આપી હતી. ફરિયાદમાં બ્રાંચ ઓપરેશન હેડ તુષાર રાવલે જણાવ્યું હતું કે, તેમના તાબાની બ્રાંચમાં બપોરના સમયે સંદીપકુમાર કાંતીલાલ સાપરીયા નાણા જમા કરાવવા આવ્યા હતા. દરમિયાન કેસિયરના ધ્યાને રૂપિયા 500ના દરની 26 નંગ નકલી ચલણી નોટ આવી હતી. એટલામાં બેંકના એટીએમમાંથી પણ રૂપિયા 500ની 6 નંગ નકલી નોટ મળતા એટીએમના કસ્ટોડીયન પણ મેનેજર પાસે આવ્યા હતા. આ મામલે તપાસ કરતા મશીનમાં પણ નકલી નોટ સંદીપકુમારે જ જમા કરી હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -

આ સમગ્ર મામલે મેનેજરે પોલીસ સમક્ષ કુલ 31 નકલી નોટ રજૂ કરી આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉંડી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને નકલી નોટ ઘુસાડવાના કારસ્તાનમાં આખી ગેંગ સક્રિય હોવાની માહિતી મળી હતી. આ મામલે ગતરોજ એ ડિવિઝન પોલીસે 5 આરોપી મયુર બીપીનભાઈ થડેશ્વર, વિમલ બીપીનભાઈ થડેશ્વર, તેજસ ઉર્ફે ગોપાલ રાજુભાઈ જસાણી, ભરત ઉર્ફે કિશોર મેરામભાઈ બોરીચા અને ગુરપ્રિતસિંહ ઘનશ્યામદાસ કારવાણીની ધરપકડ કરી છે. હાલ પોલીસે તમામ આરોપઓને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માગણી કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ, પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ દ્વારા નકલી ચલણી નોટ મહારાષ્ટ્રથી મંગાવવામાં આવતી હતી. તેમજ આ કારસ્તાન ખુબ મોટા પાયે લાંબા સમયથી ચાલી રહ્યું હતું. આ મામલે આરોપીઓની રિમાન્ડ બાદ મોટું કારસ્તાન ખુલે તેવી શક્યતા રહેલી છે અને આરોપીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular