નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા આગામી સમયમાં આવી રહેલા નાતાલના તહેવાર અને 31 ડિસેમ્બરની રાત્રે થનારી ઉજવણીને ધ્યાનમાં રાખીને એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. તેમણે ખાસ કરીને આ જાહેરનામામાં ફટાકડા ફોડવાના સમયથી લઈને કયા પ્રકારના ફટાકડા ફોડવા સહિતની વાત મુકી છે. તો આવો જાણીએ તેમણે શું કહ્યું છે.
અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવાયું છે કે, આગામી નાતાલની ઉજવણીને લઈને 24 ડિસેમ્બરની રાત્રીના 11.55થી 25 ડિસેમ્બરની રાત્રીના 12.30 સુધી જ ઉજવણી, ઉપરાંત 31 ડિસેમ્બરે રાત્રે 11.55થી 1 જાન્યુઆરી 2023ની રાત્રીના 12.30 જ ઉજવણી અને ફટાકડા ફોડી શકાશે. તેમણે કહ્યું છે કે ખાસ કરીને આ દિવસો દરમિયાન સીરીઝમાં જોડાયેલા ફટાકડા જેમ કે ફટાકડાની લૂમ વગેરે જેવા મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યાને કારણે તે રાખી શકાશે નહીં, ફોડી શકાશે નહીં કે પછી વેચાણ પણ કરી શકાશે નહીં.
ખાસ કરીને હાનીકારણ ધ્વની પ્રદુષણને રોકવા માટે 125 ડિસીબલ યુનીટ અથવા 145 ડેસીબલ પીકેથી ઓછા અવાજ કરે તેવા PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટ અને માન્ય એવા ફટાકડા ફોડી, વેચી કે વાપરી શકાશે. PESOનું માર્કિંગ હોવું ફરજિયાત છે. ઉપરાંત હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, ન્યાયાલયો, શૈક્ષણીક સંશ્તાઓ, ધાર્મિક સ્થળો, ની 100 મીટરની ત્રિજ્યાને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવે છે તો ત્યાં ફટાકડા ફોડી શકાશે નહીં. તથા શહેરના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલપીજી બોટલીંગ પ્લાન્ટ, એલપીજી ગેસના સ્ટોરેજના ગોદામો, હવાઈ મથકની નજીક પણ ફટાકડા ફોડી શકાશે નહીં. વિદેશી ફટાકડાની આયાત પ્રતિબંધિત ઘોષિત થયેલી છે તેથી તે પણ વાપરવા નહીં કે વહેંચવા નહીં.
ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની ઈ કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈ ઓર્ડર લઈ શકશે નહીં અને વેચી શકશે નહીં. ચાઈનીઝ તુક્કલ, આતસબાજ બલુન કે કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન ઉડાડી, વેચી કે ઉત્પાદીત કરી શકાશે નહીં. આવું કરનાર સામે કાયદેસરની કર્યવાહી કરવામાં આવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








