નવજીવન ન્યૂઝ. દાદરા અને નગરહવેલી: ગુજરાતના પાડોશી સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવી છે. વહેલી સવારના સમયે પરપ્રાંતિય કામદારો ભોજન બનાવી રહ્યા હતા દરમિયાન અચાનક ધડાકા ભેર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
ઘટનાની વિગત એવી છે કે, વલસાડ નજીક કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના મસાટ વિસ્તારમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. શ્રમિકો રસોઈ બનાવી રહ્યા હતા દરમિયાન ગેસની પાઈપ લીક હોય આગ લાગતા ગેસની બોટલ બ્લાસ્ટ થઈ હોવાની પ્રાથમિક માહિતી હાલ સામે આવી રહી છે. જ્યારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં ત્રણ શ્રમિકો દાઝી ગયા હોય ઘાયલ થયા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજના વિડીયોમાં જોઈ શકાય છે કે, દાઝી ગયા હોવા છતાં લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડી રહ્યાં છે. વિડીયો પરથી સમજી શકાય છે કે ઘટના ખુબ ગંભીર હતી છતાં પણ સદનસીબે મોટી જાનહાની ટળી હતી.
માહિતી મળી રહી છે કે, રામનાથભાઈની ચાલીમાં રહેતા ભાડૂઆત કમલ નારાયણ, પીન્દૂ તેમજ શ્રીરામ નામના ત્રણ શ્રમિકો દાઝી ગયા છે. જેમને સારવાર માટે સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધારે સારવાર માટે મુંબઈની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








