Sunday, October 13, 2024
HomeBusinessઆગામી ફંડામેન્ટલ ઘટનાઓ ચાંદીનાં ભાવમાં નવા ઉંબાડિયું કરી શકે

આગામી ફંડામેન્ટલ ઘટનાઓ ચાંદીનાં ભાવમાં નવા ઉંબાડિયું કરી શકે

- Advertisement -

વર્તમાન વર્ષના આરંભથી અત્યાર ચુધીમાં ચાંદી ૩૧.૧૭ ટકા વધી

૧૯૮૦ અને માર્ચ ૨૦૧૧માં ચાંદીના ભાવ ૫૦ ડોલર ઓલ ટાઈમ હાઈ થયા હતા

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સોનું ૨૬૫૬ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ)ની સર્વોચ્ચ સપાટીએ પહોચ્યુ છે ત્યારે, રોકાણકારો પાસે ચાંદીમાં (Silver) નવેમ્બર ૨૦૧૨ પછી પહેલી વખત જોવાયેલા ૩૧.૧૮ ડોલરના ભાવે રોકાણ કરવાની તક ઉભરી આવી છે. આંકડાકીય દ્રષ્ટીએ જોઈએ તો ગોલ્ડ/સિલ્વર રેશિયો (એક ઔંસ સોનાથી ખરીદી શકાતી ચાંદી) ૮૪.૫ થયો છે, જે આગામી ત્રિમાસિક સુધીમાં વધુ નીચો જવાની શક્યતા છે. અર્થાત સોનાના (Gold) ભાવ વધશે, તેના કરતા ચાંદીના ભાવ વધુ વેગથી વધી શકે છે. મજબુત માંગ, વૈશ્વિક પુરવઠા અછત, અને બેંકો દ્વારા દાખવાતા તેજીના સંકેત, ટૂંકાગાળામાં ભાવને ઉપર જવાની શકયતા બતાવે છે.

હવે પછી ઊંચા ભાવે સોનાના ગ્રાહકોની સંખ્યા ઘટવાની સંભાવના છે, તેમ છતાં અન્ય કારણોસર ભાવ વધતા રહેવાના. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવ ૪.૪ ટકા વધ્યા તેની સામે ચાંદી ૧૦.૯ ટકા વધી હતી. અને વર્ષના આરંભથી ચાંદી ૩૧.૧૭ ટકા વધી છે. ઐતિહાસિક રીતે જોવા જઈએ તો સટ્ટાની જાત ચાંદીમાં નાટ્યાત્મક રીતે ઉછળકૂદ થતી હોય છે. ૧૯૮૦ અને માર્ચ ૨૦૧૧માં ચાંદીના ભાવ ૫૦ ડોલર ઓલ ટાઈમ હાઈ થયા હતા.

- Advertisement -

ચાંદીના તેજીવાળા સટ્ટોડીયા હમ્મેશાં કહે તા હોય છે કે, ગોલ્ડ સિલ્વર રેશિયો સટ્ટો કરવા માટેનું અલગ જ ગણિત છે, ઐતિહાસિક રીતે જોવા જઈએ તો વર્તમાન સરેરાશ રેશિયો ૬૦નો હોવો જોઈએ. પણ હાલનો ૮૪.૫નો રેશિયો ખુબજ ઉંચો છે. માર્ચ ૨૦૨૦મા રેશિયો ૧૧૪.૭૭ની ઐતિહાસિક ઉંચાઈએ અને ૧૯૬૮મા ૧૪.૦૧ થયો હતો. આપણે સમતોલ રીતે આકલન કરીએ તો રેશિયોને સરેરાશ ૬૦ થવા માટે ચાંદીના ભાવને વેગથી વધવું જરૂરી છે.

બન્ને ધાતુના ભાવની વધઘટ સંકડાવી આવશ્યક છે. સોના ચાંદીના ઐતિહાસિક ભાવ તફાવતને જોઈએ તો, રેશિયો ટ્રેન્ડને ઘટવા માટે લાંબો સમય રાહ જોવી આવશ્યક રહેશે. શેરબજારની તેજી મંદી, વ્યાજદર ઘટાડા માટે અમેરિકન ફેડરલ રિઝર્વની મીટીંગ જેવી આગામી ઘટનાઓ ચાંદીમાં ઉંબાડિયું કરી શકે છે. આમ તો ચાંદીના ભાવ નિર્ધારણમાં ગુંચવણભર્યા ફન્ડામેન્ટલ્સ ભૂમિકા નિભાવતા હોય છે.

ચાંદી આમતો પ્રેસીયાસ મેટલ અને ઇન્ડસ્ટ્રીયલ કોમોડીટી બંનેમાં ગણના પામે છે. દેશની નાણાનીતિ, અર્થતંત્ર, ભૂરાજકીય ઘટનાઓ, ચાંદીનો પુરવઠો, ઔદ્યોગિક માંગ, અને ટેકનોલોજી જેવા અનેક મુદ્દાઓનું મિશ્રણ, ચાંદીના ભાવનું ફન્ડામેન્ટલ સર્જન કરે છે. જેમણે ચાંદીમાં સોદા કરવા હોય તેમણે આ બધા ફન્ડામેન્ટલ્સની સટીક ગણતરી માંડવી પડે.

- Advertisement -

કેટલાંક ઔદ્યોગિક નિષ્ણાતો અને એનાલીસ્ટોએ ચાંદીનું ભવિષ્ય કેવું રહેશે? તેનું વ્યાપક આકલન કરીને ભાવની નવી ઊંચાઈ ૧૦૦ ડોલર દર્શાવી છે. અલબત્ત, આ આગાહી વધુ પડતી આશાવાદી છે. તેઓ એવી દલીલ કરે છે કે ચાંદીને ઉપર જવા માટે અત્યારે પુરવઠા અછત સહિતના અનેક ફન્ડામેન્ટલ્સ સક્રિય થઇ ગયા છે. એક તરફ ઔદ્યોગિક માંગ વધી રહી છે, બીજી તરફ ઉત્પાદન સંઘર્ષ કરી રહ્યું હોવાથી, માંગ પુરવઠા વચ્ચે મોટો તફાવત સર્જાયો છે.

આવી અસમતુલા ભાવને ઉપર જવાના દીશાનિર્દેશન આપે છે. અલબત્ત એક ટેકનીકલ એનાલીસ્ટ કહે છે કે સોનાની મજબુત તેજીને ધ્યાનમાં લેતા, જો ચાંદીના ભાવ ૩૧.૭૩ ડોલરનું લેવલ તોડી નાખશે તો, ત્યાર પછીનું તેજીવાળાનું લક્ષ્યાંક ૩૩.૩૫ ડોલર ઉપર જવાનું રહેશે. તેઓ કહે છે કે અમારું ત્યાર પછીનું વાસ્તવિક લક્ષ્યાંક તો ૩૭.૨૫થી ૪૦ ડોલરની સીમામાં પ્રવેશવાનું છે. અમે અમુક તબક્કે કેટલાંક નફા બુકીંગમાં ભાવને નીચે લઇ જઈ ફરીથી નવી નવી ઊંચાઈ પર જવા અગ્રેસર થઈશું. ચાંદીનો દોર અત્યારે મંદીવાળાના હાથમાંથી છૂટીને તેજીવાળાના હાથમાં આવી ગયો છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular