નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi)આજરોજ સોમવારે સ્વતંત્રસેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતી(Netaji Jayanti)પર નેતાજીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ આ તકે નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ પર બનવા જઈ રહેલા રાષ્ટ્રીય સ્મારકના મૉડલનું અનાવરણ પણ કર્યું હતું. દરમિયાન પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આંદમાન-નિકોબારના 21 અનામી દ્વીપોનું(21 Unnamed islands) નામકરણ પણ કર્યું હતું.
આંદમાન-નિકોબારના વર્ષોથી અનામી ટાપુઓનું આજરોજ પ્રધાનમંત્રી મોદીએ નામકરણ કર્યું હતું. જેમાં તેમણે 21 ટાપુઓને દેશના પરમવીર ચક્રથી સન્માનિત શૌર્યવીરોના નામ પરથી ટાપુઓના નામ નક્કી કર્યા છે. આ શૌર્યવીરોમાં કંપની હવલદાર મેજર પીરૂ સિંહ, કેપ્ટન જીએસ સલારિયા, લેફ્ટિનેંટ કર્નલ ધાનસિંહ થાપા, સુબેદાર જોગિંદર સિંહ, મેજર શૈતાનસિંહ, કંપની ક્વાર્ટર માસ્ટર હવલદાર અબ્દૂલ હમીદ, લેફ્ટિનેન્ટ કર્નલ અર્દેશિર બુર્જોરજી તારાપોર, લાંસ નાયક અલ્બર્ટ એક્કા, મેજર હોશિયાર સિંહ, સેકંડ લેફ્ટિનેન્ટ અરૂણ ક્ષેત્રપાળ, ફ્લાઈંગ ઓફિસર નિર્મલ સિંહ શેખો, મેજર પરમેશ્વરમ, નાયબ સુબેદાર બના સિંહ, કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટેનેન્ટ મનોજ કુમાર પાંડે, સુબેદાર મેજર સંજય કુમાર અને સુબેદાર મેજર યોગેન્દ્ર સિંહ યાદવના નામ સામેલ છે.
પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી પર દેશના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં નેતાજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે લોકસભાના સ્પિકર ઓમ બિરલા સહિત લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ પણ નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796