નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gandhinagar News: હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ (Hindenburg research report) સામે આવ્યા બાદ અદાણી ગ્રુપ (Adani Group) સતત વિવાદોથી ધેરાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) પણ અદાણીનો મુદ્દો સામે આવ્યો છે. રાજ્ય સરકાર અદાણી પર મહેરમાન થઈ હોવાનું વિપક્ષ આક્ષેપ કરી રહી છે. ત્યારે વિધાનસભામાં અદાણીને લઈને એક ચોંકાવનારી વિગત સામે આવી છે.
ગુજરાત વિધાનસભામાં જામજોધપુરના આપના ધારાસભ્ય હેમંત આહિર દ્વારા પુછવામાં આવેલા સવાલના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ લેખીતમાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામકની કચેરી દ્વારા વર્ષ 2019ના વર્ક ઓર્ડરથી અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સાથે અનુસૂચિત જાતિના યુવાન યુવતીઓને તાલીમ આપવા માટે કરાર કરવામાં આવ્યા હતા. જેની રકમ ૧૩.૯૮ કરોડ રૂપિયાની છે. છેલ્લા બે વર્ષ દરમિયાન સરકારે 7.87 લાખ રૂપિયા ચૂકવી દીધા છે,
છેલ્લા બે વર્ષમાં અનુસૂચિત જાતિના કેટલા યુવાન યુવતીઓને તાલીમ આપવામાં આવી અને આ કરાર કે હુકમ માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી કે કેમ? તેવો પ્રશ્નના જવાબમાં મંત્રી લેખીતમાં જણાવ્યું હતું કે, 2021માં શૂન્ય અને 2022માં શૂન્ય યુવાન-યુવતીઓને તાલીમ અપાઈ છે. છેલ્લા બે વર્ષમાં કોઈને પણ તાલીમ ન મળવા છતાં લાખો રૂપિયા શેના માટે ચૂકવવામાં આવ્યા તે એક મોટો સવાલ છે.
અદાણીને વગર ટેન્ડરે વર્ક ઓર્ડર કોના કહેવાથી આપી દેવામાં આવ્યો તેવો સવાલ ઉઠાવાયો હતો. સરકાર રૂપિયા 5 લાખથી વધુ રકમના કોન્ટ્રાક્ટની સોંપણી પણ ટેન્ડર વગર કરતી નથી, ત્યારે રૂ.14 કરોડનું કામ અદાણીને કેવી રીતે સોંપાયું? જો અનુસૂચિત જાતિના યુવાન કે યુવતીને તાલીમ જ આપવામાં નથી આવી તો પછી લાખો રૂપિયાની ચૂકવણી શેના માટે કરવામાં આવી તે એક મોટો સવાલ છે.
TAG: 14 crore contract to Adani without tender, Skill Development
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








