Thursday, March 28, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદઃ રિક્ષા-ટેક્સીચાલકોને QR કોડ સાથે એટેચ કરાશે, એક ક્લિકમાં મળશે તમામ વિગત

અમદાવાદઃ રિક્ષા-ટેક્સીચાલકોને QR કોડ સાથે એટેચ કરાશે, એક ક્લિકમાં મળશે તમામ વિગત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: અમદાવાદમાં મહિલાઓની સુરક્ષાને (Women Safety) ધ્યાનમાં રાખીને પોલીસે રિક્ષા-ટેક્સી ચાલકોને (Rickshaw-taxi drivers) ક્યુઆર કોડ (QR Code) સાથે એટેચ કરવાની ઝૂંબેશ હાથ ધરી છે. નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ (Nirbhaya Safe City Project) આ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ એક ક્લિકમાં જ ડ્રાઈવરની તમામ વિગત મળી રહેશે. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા હાલ રિક્ષા ચાલક અને ટેક્સી ડ્રાઈવર્સની તમામ માહિતી એકત્રીત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રીક્ષા ચાલક દ્વારા પેસેન્જરને અવાવરૂ જગ્યા પર લઈ જઈને લૂંટ ચલાવતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ શહેર પોલીસ દ્વારા નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત મહિલા સુરક્ષા માટે આ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. શહેર પોલીસ દ્વારા રિક્ષા ચાલક અને ટેક્સી ડ્રાઈવર્સની તમામ માહિતી એકત્રીત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 8 હજારથી વધુ રિક્ષા ચાલકના ફોર્મ ભરવામાં આવ્યા છે. કેટલાક રિક્ષા ચાલકો દ્વારા મહિલાઓની છેડતી કરતા હોવાનું અને પેસેન્જરને અવાવરૂં જગ્યાએ લઈ જઈને લૂંટ કરતાં હોવાના બનાવોને ધ્યાનમાં લઈને આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

- Advertisement -

અમદાવાદમાં મહિલા અને બાળકો પર થતાં અત્યાચારને પગલે શહેર પોલીસ દ્વારા 35 ક્રાઈમ હોટ સ્પોટ વિસ્તારને ઓળખીને આ સ્થળે 90 કેમેરા લગાવવામાં આવશે. નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ 667 CCTV કેમેરા લગાવવામાં આવશે, જે પૈકી રિવરફ્રન્ટ પર 250, વિવિધ બસ સ્ટોપ પર 150 કેમેરા લગાવવામાં આવશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular