Sunday, May 24, 2026
HomeBusiness૨૦૨૬માં તમારી ચાંદી સોનું બનવા જઈ રહી છે

૨૦૨૬માં તમારી ચાંદી સોનું બનવા જઈ રહી છે

- Advertisement -

તમારી પાસેના ચાંદીના ઘરેણા, વાસણ, સિક્કા, લગડીનું વેચાણ કર્યા વગર તમને નાણા અપાવી શકશે

લોકોના ઘરોમાં પડેલી અબજો રૂપિયાની ચાંદીને ઉપયોગી બનાવીને અર્થતંત્રમાં પ્રવાહિતા લવાશે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): રીઝર્વ બેન્કનો મિડાસ ટચ લાગતા જ તમારી ચાંદી, ૨૦૨૬મા સોનું બની જવાની. મૃત અસ્કયામત ચાંદી હવે ઉત્પાદકીય જણસ બની જશે. હવે લોન લેવા જતા, ચાંદીને સલામત સિક્યોરીટી ગણવામાં આવશે. તમારા ઘરમાં પડેલી અબજો રૂપિયાની ચાંદીનો ઉપયોગ હવે અર્થતંત્રની વાહક બનશે. ૧ એપ્રિલ ૨૦૨૬થી અમલમાં આવતી રીઝર્વ બેન્કની નવી ધિરાણ માર્ગદર્શિકા મુજબ, બેંકો અને નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ પાસેથી લોન લેવા જતા, સોનાને જેમ કોલેટરલ અસ્કયામત તરીકે સ્વીકારે છે, તે જ પ્રકારે ટૂંકમાં ચાંદી પણ સોનાની સહોદર બનશે. આ નવો બદલાવ ચાંદીના ગ્રાહકો માટે નવો રાહ બની રહેશે. તમારી પાસેના ચાંદીના ઘરેણા, વાસણ, સિક્કા, લગડીનાં વેચાણ કર્યા વગર તમને નાણા અપાવી શકશે.

ગ્રામ્ય અને શહેરી લોકોના ઘરોમાં આરામ કરતી ચાંદીને હવે ઢનઢોળવાનો સમય આવી ગયો છે. ભારતમાં ચાંદી એક મૃતપાય અસ્કયામત હતી. લોનની સલામતી માટે લેવાતી ગેરંટી તરીકે ચાંદીનો ઉપયોગ, ભારત જેવી વિશ્વની મોટી બુલિયન બજારમા ભાવને નવી ઉંચાઈએ લઇ જવા માટે થશે. ઘરોમાં પડેલી ચાંદીને અર્થતંત્રમાં લાવવાનો રીઝર્વ બેન્કનો આ પ્રયાસ, કાબિલે દાદ છે. રીઝર્વ બેન્કના નવા નિયમથી રોકાણકારો માટે ચાંદીનીની ખરીદીનો નવો રાહ કંડારશે. અલબત્ત, સોના અને ચાંદીને લોન સામેનાં વપરાશ છાતા, આ કીમતી ધાતુમાં સટ્ટાકીય પ્રવૃત્તિને અટકાવી નહી શકે. તમે એક વખત લોનની ગેરંટી તરીકે સોના ચાંદીનો ઉપયોગ કરી લેશો, ત્યાર બાદ તેને ફરીથી લેન લેવા મતે ઉપયોગમાં નહિ લઇ શકો. તમે સોનું ચાંદી કે ઈટીએફ ખરીદવા માટે પણ નવી લોનનો ઉપાડ નહિ કરી શકો.

- Advertisement -

રીઝર્વ બેંક તમને સોના ચાંદીના જવેરાત, વાસણ, સિક્કા સામે તમારી ટૂંકાગાળાની નાણાકીય આવશ્યકતાઓ માટે લોન અપાવાની છૂટ આપશે. ૬ જુને રીઝર્વ બેન્કે જાહેર કરેલા ધિરાણ સુધારા મારફત તમારા ધિરાણ મેળવવાના હક્કનું રક્ષણ, પારદર્શક્તા સાથે દેશની કોમર્સિયલ બેંકો, એનબીએફસી, કો-ઓપરેટીવ બેંક અને હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓને વધુ ઉદાર બનવા જણાવ્યું છે. આ એક ગેમ-ચેન્જર પગલું હશે, જેમાં લેન મેળવનારાઓ, દુકાનદારો, ખેડૂતો, નાના વેપારીઓને હવે એક બેન્કથી બીજી બેન્કમાં આટાફેરા માર્યા વગર સરળતાથી નાણા ઉપલબ્ધ કરાવશે.

બેંકો અને નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ હવે એવી પ્રોડક્ટ તૈયાર કરશે જેમાં ચાંદીને સલામત સિક્યોરીટી ગણીને ગ્રાહકોને લોન ઉપલબ્ધ કરાવવા આતુર બનશે. આ ઘટનાથી ચાંદીનું મુલ્ય અને શુદ્ધતાનું માપ તેમજ તમારી લોન અરજીને સમયસર મંજુર કરવામાં ઝડપ તેમજ પારદર્શક્તા આવશે. સોનાની તુલનાએ બજારમાં ચાંદીનું મૂલ્યાંકન અને શુદ્ધતા માપન અનેક પ્રકારે જુદુ જુદુ થતું હતું તેમાં એકસુત્રતા આવશે. ચાંદીના મુલ્ય અધરીત લોનનો રેશિયો નિર્ધારિત કરવાની પદ્ધતિ, રીઝર્વ બેંક અને દેશની તમામ બેંકો માટે આવશ્યક હતા.

જે નાગરિકોને ખાસ કરીને નાણાકીય ગણતરીઓ કરવામાં સમસ્યા નડતી હતી, તેમને હવે લેન કેમ મેળવવી તેનું નિશ્ચિત માર્ગદર્શન મળી રહેશે. ચાંદીના સલામત સંગ્રહ માટે બેન્કોએ આવશ્યક સગવડતાઓ સ્થાપવા થોડો વધુ ખર્ચ કરવાનો રહેશે. જેથી ઓછા ખર્ચે અસરકારક અને સરળ રીતે લોન પ્રક્રિયા પાર પાડી શકાય. રૂ. ૧૦ લાખ કે તેથી નાની રકમની આવી લોન પદ્ધતિ અખત્યાર કરીને એક તરફ લોકોના ઘરોમાં પડેલી અબજો રૂપિયાની ચાંદીને ઉપયોગમાં લઇ શકાશે અને બીજી તરફ અર્થતંત્રમાં પ્રવાહિતા લાવી શકાશે. અર્થતંત્રના વ્યાપક વિકાસમાં, ઘરોમાં પડી રહેલી ચાંદીને નાણાકીય પ્રવાહમાં લાવવાના પ્રયાસો તો સફળ થશેજ, સાથે તેનો સલામત સંગ્રહ કરીને આર્થિક વિકાસનું આગવું સાધન પણ બનાવાશે. અલબત્ત, તેની સફળતાનો આધાર અસરકારક અમલ, પ્રમાણિત મુલ્યાંકન, સલામત સંગ્રહ અને ધિરાણ મેળવનાર તેનો દુરુપયોગ નાં કરે તેવી યંત્રણા ગોઠવવા પર રહેશે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular