Thursday, June 4, 2026
HomeGujaratતમે સરકાર વિરોધી પત્રકાર છો, આવો પ્રશ્ન અનેક વખત પત્રકારોને પુછાતો હોય...

તમે સરકાર વિરોધી પત્રકાર છો, આવો પ્રશ્ન અનેક વખત પત્રકારોને પુછાતો હોય છે

- Advertisement -

આમ તો પત્રકારત્વની સ્કુલમાં એવી તાલીમ મળે છે કે આપણે લોકોના પ્રશ્નનો અવાજ થવાનું છે, જેના કારણે એક લિખીત છાપ પત્રકારના મન ઉપર પડે છે આપણે એન્ટી એસ્ટાબલીસ્ટમેન્ટ છીએ અને રહેવાનું છે, આવુ હું પોતે પણ વર્ષો સુધી માનતો હતો, પરંતુ મારા સદ્દભાગ્યે 1995માં મને અભિયાન સાપ્તાહીકમાં નોકરી કરવાની તક મળી( ત્યારે માલિક આવીનાશ પારેખ, મેનેજીંગ એડીટર કેતન સંઘવી અને એડીટર વિનોદ પંડયા હતા) એક પત્રકારને કામ કરવાની મોકળાશ કેવી હોય તેનો મારો આ પહેલો અનુભવ હતો. 1995માં ભાજપે પહેલી વખત ગુજરાતમાં સત્તા પ્રાપ્ત કરી હતી, જો કે ત્યારે મારી પેઢીના પત્રકારોના મનમાં ઉંડે ઉંડે એવી ઈચ્છા પણ હતી કોંગ્રેસ હારે તો સારૂ કારણ અત્યારે જે સ્થિતિમાં ભાજપ છે તેવી સ્થિતિ કોંગ્રેસની હતી,કોંગ્રેસ બેફામ હતી, પ્રજા જાય જહ્હનુમમાં તેવી સ્થિતિ હતી પત્રકાર પણ આખરે પ્રજાનો હિસ્સો છે તેના કારણે તેમના મનમાં હતું કે કોંગ્રેસ હારે અને ભાજપને સત્તા મળે અને ભાજપને સત્તા મળી.

Advertisement

- Advertisement -




1995માં પહેલા ભાજપને સત્તા મળી ન્હોતી, જેના કારણે સ્વભાવીક પત્રકારો જે સત્તા સ્થાને હોય તેની વિરૂધ્ધમાં જ પત્રકારો લખે ત્યારે કોંગ્રેસ સત્તા સ્થાને હોવાને કારણે પત્રકારો કોંગ્રેસની વિરૂધ્ધ ભરપુર લખતા હતા,( આજે બહુ મોટો વર્ગ છે જે પત્રકારોને સવાલ પુછે કે તમે કોંગ્રેસ વિરૂધ્ધ કેમ લખતા નથી, પણ આવો વાંધો લેનારે 1995 પહેલાનું રીપોર્ટીંગ જોયુ જ નથી જે સત્તાઓ ઉપર હોય તેની વિરૂધ્ધ સમાચાર આવે તેવી સાદી સમજનો અભાવ છે) કોંગ્રેસ હારી અને ભાજપને સત્તા મળી, પત્રકારો ખુશ હતા, પણ ખુશી એક અલગ બાબત છે અને વ્યવસાય અલગ છે,. પત્રકારનું કામ તો સરકારની ચુક તરફ સરકારનું ધ્યાન દોરવાનું છે, ભાજપને સત્તા મળ્યા પછી પત્રકારોએ ભાજપ સરકાર સામે લખવાનું શરૂ કર્યુ( કોંગ્રેસના અનેક માઈનસ માર્ક હોય પણ પરંતુ જયારે તેમની વિરૂધ્ધ સમાચારો આવતા ત્યારે તેઓ પત્રકારો સાથે તો સૌજન્ય રાખતા કારણ માલિક અને પત્રકારના ગણિત અલગ હોય છે).

- Advertisement -

પણ ભાજપની વિરૂધ્ધ સમાચાર આવતા ભાજપના નેતાઓ આકરા પાણીએ થઈ ગયા , મારો વ્યકિતગત અનુભવ કહુ તો ભાજપે બોર્ડ નિગમમાં ચેરમનોની નિમુંણક કરી જે અંગે મેં એક સ્ટોરી કરી, હાલના ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ એક બોર્ડના ચેરમેન બન્યા, મારી સ્ટોરી પ્રસિધ્ધ થાય તે પહેલા પાટીલ સાહેબને તેની જાણકારી મળી, તેમણે અભિયાનના માલિક અવિનાશ પારેખને ફોન જોડયો. પારેખ માલિક હતા, તેમનું રોકાણ પણ હતું વ્યવસાયે બીલ્ડર હતા, છતાં સમજ સ્પષ્ટ હતી પારેખ સાહેબે પાટીલને સાંભળ્યા પછી કહ્યુ તમે કહો તો હું સ્ટોરી રોકાવી શકુ, પણ મારી આદત છે કે જયારે અભિયાન સ્ટોલ ઉપર શુક્રવારે આવે ત્યારે હું દસ રૂપિયા ખરીદુ છુ, હું મારા પત્રકારને સ્ટોરી અંગે પુછતો નથી, જો હું તમારી સ્ટોરી રોકીશ તો મારા પત્રકારનું મનોબળ તુટી જશે, અને મારી સ્ટોરી પબ્લીશ થઈ આ ઘટનામાં પાટીલ અને પારેખે બંન્ને સમજદારી દાખવી કોઈએ અહ્મનો મુદ્દો બનાવ્યો નહીં આવા મોકળાશના અનેક ઉદાહરણ છે.

Advertisement





ભાજપનો સત્તાકાળ લાંબો હોવાને કારણે લાંબો હોવાને કારણે સ્વભાવીક છે કે છેલ્લા પચ્ચીસ વર્ષથી પત્રકારના નિશાન ઉપર ભાજપ સરકાર અને તંત્ર હોય, તેમાં ખોટુ પણ કઈ નથી, પત્રકારનું કામ સરકારના કાન પકડવાનું છે.,પણ જે ભાજપ સત્તા ઉપર આવે તેવુ હ્રદયથી ઈચ્છતા પત્રકારે જચારે ભાજપ સરકારને ચુક અંગે દોરવાનું શરૂઆત કરી ત્યારે ભાજપના નેતાઓ માઠુ લાગ્યુ, માઠુ તો એટલી હદ સુધી લાગ્યુ કે તેમણે વર્ષો સુધી વ્યકિતગત સંબંધોનો પણ અંત આણ્યો, ઉદાહરણ રૂપે કહું તો હાલમાં મંત્રીમંડળના એક સિનિયર સભ્ય અમારા બન્ને તરફથી તુકારાનો સંબંધ છે, આ મંત્રીના ઘરે લગ્ન પ્રસંગ હતો, મંત્રી તરફથી મને સુચના મળી તે તમને લગ્નનું આમંત્રણ મળશે પરંતુ પ્લીઝ તમે આવતા નહીં કારણ તમે સરકાર વિરોધી છો, તમે લગ્નમાં આવશો તો સાહેબને મુશ્કેલી પડશે આ તો કેવી વિડંબના કે તમને એક પત્રકારની બીક લાગે, અને પત્રકારને કારણે તમારૂ મંત્રીમંડળ મુશ્કેલીમાં મુકાઈ જાય ,જયારે ભયરહિત શાસનની વાત કરીએ ત્યારે મંત્રી જ ભય સ્થાને જીવે કેવી સ્થિતિ.

- Advertisement -

હું સરકાર વિરોધી છુ તેના કારણે મારા મીત્ર અને મંત્રીએ મને લગ્નમાં આવવાની ના પાડી, મને વર્ષો પહેલા એડીટર કેતન સંઘવીએ મને સમજ આપી હતી કે પત્રકાર સરકાર વિરોધી કે ,સરકાર તરફી હોતો નથી, પત્રકાર તો પત્રકાર હોય છે, સરકાર નક્કી કરે છે કે પત્રકારને કયાં ચોગઠમાં ફીટ કરવો, સરકારને અનુકળ સ્ટોરી થાય તો પત્રકાર સરકાર તરફી અને પત્રકારને પસંદ પડે નહીં તો પત્રકાર, સરકાર વિરોધી હોય છે, પત્રકારનું કામ સરકારનો વિરોધ અને તરફદારી કરવાનું હોતુ નથી, ઘટના અને તેના ગુણદોષના આધારે સ્ટોરી લખવાની હોય છે, એટલે આપણે એન્ટી એસ્ટાબલીમેન્ટ છીએ તેવો ભાર કાઢી નાખવાનો કારણ આપણે કોણ છીએ તે સરકારે જ નક્કી કરવાનું છે તો આપણે શુ કામ ચીંતા કરવાની જરૂર છે.

Advertisement




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular