Thursday, April 18, 2024
HomeGujaratઅમદાવાદના વકીલ તાઉતે વાવાઝોડાને કારણે ગુજરાતમાં ગામડાઓની કરુણ સ્થિતિ જોઈ ન શક્યા,...

અમદાવાદના વકીલ તાઉતે વાવાઝોડાને કારણે ગુજરાતમાં ગામડાઓની કરુણ સ્થિતિ જોઈ ન શક્યા, બધું કામ પડતું મૂકીને જનસેવા માટે નીકળી પડ્યા.

- Advertisement -

ગુજરાતમાં કોરોનની બીજી લહેર શાંત થવાના અણસાર દેખાતા જ રાજ્ય પર નવી મુસીબત આવી ઉભી રહી હતી. તાઉતે વાવાઝોડું ગુજરાતને ટકરાશે તે વિષેની માહિતી લગભગ રાજ્યના બધા જ લોકોને વાવાઝોડું આવતા પહેલા જ મળી ગઈ હતી પરતું તેનાથી કેટલો વિનાશ થશે તેનો અંદાજો લગાવ્યો ન હતો. તાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યાને ઘણો સમય વીતી ગયો પરંતુ તેના કારણે સૌરાષ્ટના ઘણા બધા ગામના પરિવારો ઘરવિહોણા થઈ ગયા છે. અમુક ગામોમાં હજી સુધી વીજળી ન હોવાને કારણે અંધારપટ જેવી પરિસ્થિતીમાં મુકાયા છે. વાવાઝોડાના કારણે મોટા ભાગના કાચા મકાનો તૂટી ગયા હતા. વાવાઝોડું પસાર થઈ ગયા બાદ ઘરવિહોણા બનેલા આ પરિવારોને માથે છત ન હોવાના કારણે કાળઝાળ ગરમીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આવા કપરા સમયમાં ગામના લોકો મદદની ખૂબ જરૂર ઊભી હતી.

- Advertisement -

Advertisement


ગુજરાતમાં તાઉતે વાવાઝોડું આવ્યું ત્યારે સૌ કોઈ ચિંતામાં મુકાયા હતા. windy.com પરથી વાવાઝોડું કેટલે પહોંચું તેની નોંધ લેતા હતા. વાવાઝોડું રાજ્યની બહાર નીકળી જતાં લોકોમાં હાસકારો થયો હતો. તાઉતે વાવાઝોડાના કારણે શહેરોમાં તો નુકશાન થયું જ પરંતુ ગામડામાં વસતા લોકો અને ખેડૂતોને ભારે નુકશાન થયું છે. 140 કિ.મી ઝડપે ફુંકાયેલા પવને વર્ષો જૂના ઝાડના મૂળિયાં ઉખેડીયા નાખ્યા હતા તો ગામડાના કાચા મકાનો કેવી રીતે ઝઝૂમી શકવાના હતા. ભારે પવન અને મુશળધાર વરસાદના કારણે મકાનની છતોને પણ નુકશાન થયું . જમીન અને ખેતીને પણ નુકશાન થયું છે. ઉલ્લેખનીય છે કે વાવાઝોડું ગુજરાતને જે સ્થળે ટકરાયું ત્યાં નુકશાન વધારે પ્રમાણમાં થયું છે. ઉના, રાજુલા, શિયાળબેટ, જાફરાબાદ અને વેરાવળના આંતરીયાળ ગામડાઓમાં હજુપણ સ્થિતી ખરાબ છે. ગામડાઓને બેઠા કરવા માટે સ્વૈચ્છીક સંગઠનો મદદ કરી રહ્યાં છતાં પણ વધુ મદદની જરૂર પડે એમ છે.

- Advertisement -

આ વાતની જાણ અમદાવાદના યુવા વકીલ ઉત્કર્ષ દવેને થયી જે હાઈકોર્ટમાં વકીલાતની પ્રેકટીસ કરે છે. આમ તો ન્યાયાધીશ સામે સત્યની પડકાર ફેકનાર વકીલનું કામ કાનૂની ક્ષેત્રોમાં સલાહ અને માર્ગદર્શન આપવાનું છે. પરંતુ મિત્ર દ્વારા થયેલી જાણથી બધુ કામ પડતું મૂકીને અમરેલી જવાનું નક્કી કર્યું. અમરેલી પોંચયા બાદ ત્યાના ગામડાઓની પરિસ્થિતીની કરુણા જોઈ શક્યા નહીં. ઉત્કર્ષએ ગામમાં થયેલ નુકશાનનું અનુમાન લાગવાયું અને નક્કી કર્યું પોતાનાથી થતી બધી જ મદદ કરશે. સમગ્ર ઘટના વિષે તેમના મિત્રોને કરી. તેમના મિત્રો પણ ઉત્કર્ષ સાથે મદદ કરવા આગળ આવ્યા. તેમણે ગામના લોકોના પેટ ઠારવા માટે રાશન કીટ બનાવડાવી. એક કીટમાં ચાર માણસોને ૩૦ થી ૪૦ દિવસ સુધી ચાલી શકે તેટલું રાશન હોય તેવી કીટ તૈયાર કરીને આવી 1000 જેટલી રાશન કીટ રાજુલા, શિયાળબેટ, ઉના, વેરાવળ, કેશોદમાં જરૂરમંદ લોકો સુધી જાતે જઈને પોંહચાડી. આ સમાજસેવાના કાર્યમાં સ્થાનિક પોલીસની પણ ઉત્કર્ષને પૂરી મદદ અને સહકાર મળ્યા.

Advertisement




રાશન કીટના વિતરણ સમયે ઉત્કર્ષની નજર વારંવાર ગામના તૂટેલા કાચા મકાનો પર પડી. તે સમયે ઉત્કર્ષના મનમાં એવો વિચાર આવ્યો કે અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલ નુકશાન માટે સર્વે તો ચાલે છે પરતું સહાય મળવામાં હજુ કેટલો સમય લાગી જશે તેનું અનુમાન લગાવવું અઘરું છે. આપણાં જેવા સામાન્ય માણસો ઘરમાં એ.સી વગર નથી રહી શકતા તો ગામના લોકો જેમનું ઘર તૂટી ગયું છે અને જેમના માથે છત નથી તેમણે આવી કાળઝાળ ગરમીમાં કેવી રીતે રહેશે. જેથી તેમણે ૯૦૦ જેટલા સિમેન્ટના પતરા આવા ઘરવિહોણા લોકોને આપવાનું નક્કી કર્યું. આ મદદ થી જે લોકો ઘરવિહોણા બન્યા છે તેમને આવી ગરમીમાં રાહત મળી શકે તેવા ઉત્તમ વિચાર સાથે ઉત્કર્ષે આ સમાજસેવાનું કામ હાથ પર લીધું.

- Advertisement -

ઉત્કર્ષનું કહેવું છે ભગવાન મને આપે છે તો હું મદદ કેમ ના કરું !!

ઉત્કર્ષ જેવા વિચારો જો સૌ કોઈ રાખે અને પોતાનાથી થતી નાનામાં નાની સહાય જરૂરિયાદમંદ સુધી પોંહચાડે તો રાજ્ય પર આવતી ગમે એવી મુશ્કેલીનું નિવારણ ઝડપથી લાવી શકાય. દરેક વાત પર આપણે સરકાર પર નિર્ભર બની જઈએ છે અને નિંદા કરીને છે કે સરકાર કંઈ કરતી નથી પણ તેના બદલે આપણે વ્યક્તિગત રીતે જો પોતાની જવાબદારી સમજીને સમાજના વિકાસ માટે એક નાનું પણ કાર્ય કરી શકીએ તો એ આપણા તરફથી પૂરતું પ્રદાન છે.

Advertisement


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular