Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadગરમી વધતા અમદાવાદમાં યલો એલર્ટ જાહેર, બીનજરૂરી બહાર નહીં નીકળવા અપીલ

ગરમી વધતા અમદાવાદમાં યલો એલર્ટ જાહેર, બીનજરૂરી બહાર નહીં નીકળવા અપીલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Yellow Alert in Ahmedabad: અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો (Heat) પારો ઉંચકાયો છે. છેલ્લા બે ત્રણ દિવસથી આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે.કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગે અમદાવાદમાં યેલો એલર્ટ (Ahmedabad Yellow Alert)જાહેર કર્યું છે. આજે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 14 અને 15 એપ્રિલ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ આકરી ગરમી પડશે તેવી શક્યતા વ્યકત કરાઈ છે. ત્યારે બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા આગમી 5 દિવસ માવઠું પડવાની આગાહી વ્યકત કરાઈ છે. એટલે કહી શકાય કે લોકોને બેવડી ઋતુ અહેસાસ અનુભાવશે તેમજ બની શકે કે તેના કારણે રોગચાળો પણ વધી જશે.

વધતી ગરમીને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 4 દિવસનો શહેરમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈ શહેરીજનો સાવચેત રહેવા જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. કાળઝાળ ગરમીથી ડિહાઈડ્રેશન સહિત ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. તેમજ બીનજરૂરી રીતે બહાર ન જવા અપીલ કરાઈ છે.

- Advertisement -

ગરમીથી બચવાની ગાઈડલાઈન

(1)બપોરના સમયે ઘરેથી કારણ બહાર નીકળવા ટાળવું
(2) સતત ઠંડાપીણાનું સેવન કરવુ જેમાં છાશ, લીંબુ પાણી, આઈસ્ક્રીમ સહિતના વસ્તુઓ ઉપયોગમાં લેવી
(3)બહાર નીકળતા સમયે માથ રૂમાલ કે કપડું ઢાંકવું
(4) ચા કોફી આલ્કોહોલનું સેવન કરવા ટાળવું
(5) નાના બાળકોને બપોરે બહાર ન જવા દેવા

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular