Monday, April 20, 2026
HomeGeneralનારણપુરમાં ચોર મહિલાનું પર્સ લઈને ભાગ્યા, પર્સમાં ATM પિન લખેલી ચિઠ્ઠી પણ...

નારણપુરમાં ચોર મહિલાનું પર્સ લઈને ભાગ્યા, પર્સમાં ATM પિન લખેલી ચિઠ્ઠી પણ હતી જાણો પછી કેટલાનો ચુનો લાગ્યો

- Advertisement -

નવજીવન.અમદાવાદ: અમદાવાદમાં ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે બે દિવસ અગાઉ અમદાવાદનાં નારણપુરા વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ એક્ટિવા પર આવ્યા અને એક મહિલાના હાથમાંથી પર્સ છીનવીને ભાગી ગયા. મહિલાના પર્સમાં ફોન, ગાડીના કાગળ, ATM કાર્ડ, અને અન્ય જરૂરી ડૉક્યુમેન્ટ હતા. તેની સાથે ATMનો પિન લખેલી ચિઠ્ઠી પણ હતી.



માલતિ માહિતી મુજબ આ મહિલા અમદાવાદનાં નારણપુરા વિસ્તારમાં રહે છે. બે દિવસ અગાઉ મહિલા શાકભાજીની ખરીદી કરવા માટે ચાલતા નીકળ્યા હતા તે દરમિયાન રોંગ સાઈડ એક્ટિવા લઈને બે વ્યક્તિઓ આવ્યા અને મહિલાના ખભા પર લટકાવેલું પર્સ છીનવીને ભાગી ગયા હતા. પર્સમાં ફોન, ગાડીના કાગળ, ATM કાર્ડ, અને અન્ય જરૂરી ડૉક્યુમેન્ટ હતા.

મહિલાએ પોતાના પર્સમાં ATM પિન લખીને એક ચિઠ્ઠી મૂકી રાખી હતી. આ ચિઠ્ઠી લૂંટારાઓના હાથમાં લાગી જતાં તેમણે મહિલાના બેન્ક એકાઉન્ટ માંથી 35 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. આ અંગે મહિલાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. નારણપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપસ શરૂ કરી છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા અનેક વાર લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારના જરૂરી ડૉક્યુમેન્ટ પર્સમાં ન રાખવા જોઈએ તેમ છતાં લોકો આવી ભૂલ કરે છે અને તેના પરિણામે આ પ્રકારની ઘટના બને છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular