નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં આવેલા રૈયા રોડ પર ન્યારા પેટ્રોલ પંપમાં (Rajkot Petrol Pump) ગઇકાલે રાત્રિના સમયે એક યુવાને આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે પેટ્રોલ પંપના કર્મચારીઓની સતર્કતાના કારણે યુવાનનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહ્યા છે. અત્યારે પોલીસે યુવાન જેનું નામ મયુર સોંદરવા છે તેની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મયુર સોંદરવાએ પેટ્રોલપંપના સંચાલક ઉપર આક્ષેપ કર્તા કહ્યું હતું કે થોડા દિવસ અગાઉ પેટ્રોલ પંપના સંચાલકે તેને માર માર્યો હતો. તે પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવ્યા બાદ શૌચક્રિયા માટે ગયો હતો. તેને પોતાને પથરીની બીમારી હોવાથી થોડી વાર લાગી હતી, આથી પેટ્રોલપંપ સંચાલક દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો.
આ અંગે પેટ્રોલ પંપના સંચાલકે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ” અમે તેને માર માર્યો નથી, કર્મચારીઓ સાથે ગાળો બોલતાં ઝપાઝપી થઈ હતી. આ સમયે પણ પોલીસ બોલાવવામાં આવી હતી. જોકે એ સમયે હોસ્પિટલનું બહાનું બનાવી આ યુવાન ત્યાંથી ચાલ્યો ગયો હતો. ઉલ્લેખનીય છે કે ઝપાઝપી થઈ એ દિવસે યુવકે પોતાની ઓળખ કેશુભાઇ પટેલના ભત્રીજાનો દીકરો હોવાનું જણાવ્યું હતું.”
આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે યુવાન પોતાની સાથે જ્વલનશીલ પ્રવાહી લઈને પેટ્રોલ પંપમાં પ્રવેશે છે અને ત્યાર બાદ આ પ્રવાહી પોતાના શરીર ઉપર છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કરતો હતો. તે સમયે પેટ્રોલ પંપ પર હજાર કર્મચારીઓની સતર્કતા અને સમયસૂચકતાના કારણે યુવકને આત્મવિલોપન કરતાં પહેલા જ બચાવી લેવામાં આવ્યો હતો અને પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












