Saturday, March 15, 2025
HomeInternationalવિશ્વનું સૌથી મોટું એક્વેરિયમ ફાટી પડતા હોટલમાં જાણે પુર આવ્યું હોય તેવી...

વિશ્વનું સૌથી મોટું એક્વેરિયમ ફાટી પડતા હોટલમાં જાણે પુર આવ્યું હોય તેવી સ્થિતી સર્જાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બર્લિન: શુક્રવારે વહેલી સવારે જર્મનીની રાજધાની બર્લિન ખાતે આવેલી વિખ્યાત હોટલ રેડિસન બ્લૂમાં મોટી દૂર્ઘટના થઈ હતી. જેમાં હોટલનું પ્રખ્યાત એક્વેરિયમ અચાનક તૂટી પડ્યું હતું. એક્વેરિયમ (World’s Largest Aquarium) અચાનક બ્લાસ્ટની માફક ફૂટી ગયું હતું, જેના કારણે હોટલમાં પાણી ફરી વળ્યા હતા. દૂર્ઘટનાની જાણ થતા જ ઈમર્જન્સી સર્વિસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

મીડિયાના અહેવાલ પરથી મળતી માહિતી મુજબ, જર્મનીના બર્લિનના મિટ્ટા જિલ્લાની રેડિસન બ્લૂ હોટલમાં જગ વિખ્યાત એક્વેરિયમ હતું. જે એક્વેરિયમ અચાનક જ વિસ્ફોટની માફક તૂટી પડ્યું હતું. લાખો લીટર પાણી અને 1500 જેટલી માછલીઓ સાથેનું એક્વેરિય ફૂટી પડતા ચારે કોર તારાજીની માફક પાણી પાણી થઈ ગયું હતું. આ એક્વેરિયમની ઉંચાઈ 15.85 મીટર હતી. જે વિશ્વવનું સૌથી મોટું નળાકાર માછલીઘર હોવાનો દાવો પણ અહેવાલમાં જોવા મળે છે.

- Advertisement -

એક્વેરિયમ તૂટતા ચારે તરફ પાણી સાથે કાંચના ટૂકડા પણ ફેલાઈ ગયા હતા. હોટલમાં હાજર મહેમાનો અચાનક જ બનેલી આ ઘટનાથી ગભરાઈ હતા અને નાસભાગ પણ જોવા મળી હતી. આ દૂર્ઘટનામાં 2 લોકો ઘાયલ થયા છે તેમજ હોટલમાં મોટું નુકસાન થયું છે. આ દૂર્ઘટનાનું કારણ તપાસવા માટે એક્સપર્ટની સલાહ લેવામાં આવશે તેમ હોટલ મેનેજમેન્ટનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં જ આ એક્વેરિયમનું સમારકામ કરવામાં આવ્યું હતું. સમારકામ દરમિયાન માછલીઓને હોટલના બેઝમેન્ટમાં આવેલા એક્વેરિયમમાં રાખવામાં આવી હતી. સાથે જ માછલીઘર પાસે એક કાંચની એલિવેટર પણ ફીટ કરવામાં આવી હતી જેથી લોકો નજીકથી માછલીઘરની અંદર રહેતી માછલીઓને નિહાળી શકે. પણ હવે આ એક્વેરિયમ નાબૂદ થી ગયું છે અને હાલના હોટલના દ્રશ્યો ડરાવી દે તેવા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular