Sunday, April 19, 2026
HomeGujaratSuratસુરત રેલવે પાર્સલ વિભાગમાં મળી દાણચોરી કરી લવાયેલી સિગારેટ, 400 લાખની સિગારેટ...

સુરત રેલવે પાર્સલ વિભાગમાં મળી દાણચોરી કરી લવાયેલી સિગારેટ, 400 લાખની સિગારેટ જપ્ત કરાઇ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરત DRI (Directorate of Revenue Intelligence) દ્વારા સુરત રેલવે પાર્સલમાંથી કરોડો રૂપિયાની સિગારેટ પકડવામાં આવી છે, હવે અહિયાં સવાલ એ ઊભો થાય છે ગુજરાતમાં સિગારેટ તો કાયદેસર છે તો કેમ પકડવામાં આવી? DRI દ્વારા આ જે સિગારેટ પકડવામાં આવી છે તે ગેરકાયદે દાણચોરી કરીને ચેન્નઈથી રેલવે દ્વારા સુરત (Surat) લાવવામાં આવી હતી. છેલ્લા એક વર્ષમાં ગુજરાત DRI વિભાગ દ્વારા અત્યાર સુધીમાં આવી રીતે દાણચોરી કરીને લાવવામાં આવતી 2.88 લાખ નંગ સિગારેટ જપ્ત કરી છે.

સુરત DRI વિભાગને જાણકારી મળી હતી કે, સુરત રેલવે પાર્સલ વિભાગમાં ચેન્નઈથી આવેલો માલ ઉતાર્યો છે જેમાં દાણચોરી કરીને લવાયેલી સિગારેટ છે. જેના આધારે DRI વિભાગે દરોડા કર્યા હતા. કોરિયાથી આ સિગારેટ પ્લેન દ્વારા ચેન્નઈ લાવવામાં આવી હતી અને ત્યાંથી આ સિગારેટ રેલવે દ્વારા સુરત લાવવામાં આવી હતી. આ સિગારેટ ઉપર 100 ટકા ડ્યૂટી ન ભરવી પડે તે માટે આવી રીતે સિગરેટની દાણચોરી કરવામાં આવે છે.

- Advertisement -

બાતમીના અધરે DRIએ સુરત રેલવે પાર્સલ વિભાગમાં પાર્સલ અટકાવ્ય હતા અને તેમાં તપાસ કરતાં તેમાંથી પ્રતિબંધિત ગુદામગરમ સહિતની 1,96,320 સિગારેટ મળી આવી હતી, જેની કિંમત 40 લાખ ગણવામાં આવી રહી છે. આ સિગારેટ ઇન્ડોનેશિયા અને કોરિયાથી મગાવી હોવાનું માનવમાં આવી રહ્યું છે. જપ્ત કરવામાં આવેલી સિગારેટ ઉપર પાણી નાખીને તેનો નાશ કરવામાં આવશે તેવું DRI વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular