Friday, April 17, 2026
HomeGujaratAhmedabadAAPમાંથી હકાલપટ્ટી બાદ શું હવે વશરામ સાગઠિયા કોંગ્રેસમાં ઘરવાપસી કરશે ?

AAPમાંથી હકાલપટ્ટી બાદ શું હવે વશરામ સાગઠિયા કોંગ્રેસમાં ઘરવાપસી કરશે ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત કોંગ્રેસનાં (Gujarat Congress) નવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના (Shaktisinh Gohil) પદગ્રહણ સમારોહ દરમિયાન સાબરમતી આશ્રમથી પાલડી ખાતે આવેલા કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં મિત્રતાની રૂએ વશરામ સાગઠિયા (Vashram Sagathia) પણ જોડાયા હતા, જે કેમેરામાં કેદ થતાં વિવાદ સર્જાયો હતો. બાદમાં આમ આદમી પાર્ટી દ્વારા વશરામ સાગઠિયાને ઉપાધ્યક્ષ અને તમામ પદ પરથી બરતરફ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે AAP માંથી હકાલપટ્ટી થાય બાદ હવે વશરામ સાગઠિયા આજે કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે તેવી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

વશરામ સાગઠિયાને આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે. પરંતુ પાર્ટીમાં તેમની સતત નિષ્ક્રિય ભૂમિકા દેખાઈ રહી હતી. તેમજ તેમના વિરુદ્ધ કેટલાક કાર્યકર્તાઓ દ્વારા સતત ફરિયાદ મળતી રહી હતી કે, તેઓ પાર્ટીના પદનો દુર ઊપયોગ કરીને પાર્ટી વિરુદ્ધનું કામ કરી રહ્યા છે, પાર્ટી દ્વારા આ વાતની તપાસ કરવામાં આવતા કાર્યકર્તાઓની ફરિયાદ સાચી જણાઈ આવતા વશરામ સાગઠીયાને શિસ્ત ભંગના પગલાના ભાગ રૂપે પાર્ટીના સભ્યપદ માંથી હકાલપટ્ટીમાં કરવામાં આવી છે.

- Advertisement -

વશરામ સાગઠિયા ઇન્દ્રનીલ રાજ્યગુરુના ખૂબ જ નજીકના વ્યક્તિ માનવમાં આવે છે. તેઓ વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ સાથે છેડો ફાડી ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે ચૂંટણી સમયે અચાનક ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી. તેમજ ઇન્દ્રનીલ રાજ્યગુરુ આ ખેલ પાર પડ્યો હોવાનું રાજકીય વર્તુળમાં ગણગણાટ ઉભો થયો છે. વશરામ સાગઠિયા કોંગ્રેસમાં જોડશે તેવી માહિતી સૂત્ર તરફથી મળી રહી છે. જોકે હજુ કોઈ સત્તાવાર જાહેરાત વશરામ સાગઠિયા તરફથી કરવામાં આવી નથી. પરંતુ આજે સૌરાષ્ટ્ર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે તેવી જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે, જે સૂચક બાબત છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular