Wednesday, July 8, 2026
HomeGujaratGandhinagarગુજરાત પોલીસ વડાએ 47 પોલીસ ઈન્સપેક્ટરની બદલીનો ઓર્ડર જાહેર કર્યો, જાણો કોણ...

ગુજરાત પોલીસ વડાએ 47 પોલીસ ઈન્સપેક્ટરની બદલીનો ઓર્ડર જાહેર કર્યો, જાણો કોણ ક્યાં મુકાયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાત પોલીસના (Gujarat Police) વડા DGP વિકાસ સહાયના (IPS Vikas Sahay) આદેશથી રાજ્યના પોલીસ ઈન્સપેક્ટરની (Police Inspectors)એક સાથે બદલી (PI Transfer) કરવામાં આવી છે. આદેશ અનુસાર રાજ્યના 47 પોલીસ ઈન્સેપેક્ટર્સની સાગમેટ બદલી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસ બેડામાં બદલી થવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. તેવામાં આજે DGP દ્વારા બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આગામી સમયમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓની પણ બદલી થવાની સંભાવાના છે.

આજે રાજ્યના DGP વિકાસ સહાયના આદેશથી 47 પોલીસ ઈન્સપેક્ટર્સની બદલી કરવામાં આવી છે. તમામને તાત્કાલિક બદલીના સ્થળે હાજર થવા માટે આદેશમાં સુચન કરવામાં આવ્યું છે. DGPના આદેશ અનુસાર, ગુજરાત ATSમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સેપેક્ટર એમ. સી. નાયકને સુરત શહેરમાં, એસ. એન. પરમારને સુરત શહેરમાં, જે. એન. ચાવડાને ઈન્ટેલીજન્સમાં બદલી કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગરના એમ. ડી. ચૌધરીને વડોદરા શહેરમાં, પી.ટી.સી. જુનાગઢના એ. એચ. ગોરીને અમદાવાદ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે.

- Advertisement -
PI transfer Order List
PI transfer Order List
PI transfer Order List
PI transfer Order List
PI Tranfers Order
PI Transfers Order list

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular