કોમેક્સના 99 ડોલર સામે ભારતમાં 109 ડોલર ચાંદીનો ભાવ
છેલ્લા એક વર્ષમાં ચાંદીના ભાવ 222 ટકા વધ્યા
ઈબ્રાહીમ પટેલ : મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) : ગુરુવારે સવારે એમસીએક્સ સિલ્વર વાયદો 4 ટકા ઘટાડો દાખવતો હતો, બરાબર એજ સમયે શેરબજારના સિલ્વર ઇટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ)માં રોકાણકારો અને મંદીવાળા રીંછએ તોફાન મચાવ્યું હતું. પરિણામે સિલ્વર ઇટીએફના ભાવ, મુંબઈના ફીઝીલકલ અને આંતરરાષ્ટ્રીય હાજર ભાવની સમક્ષ થઇ ગયા હતા. કારણ હતું વૈશ્વિક યુદ્ધનો ભય, ડોનાલ્ડ ટ્ર્મ્પએ દાઓસમાં ભાષણ આપીને હળવો કર્યો હતો. તૂટતા ભાવ જોઈ રોકાણકારો નફો બુક કરવા ઇટીએફ બજારમાં દોડી ગયા હતા. ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં ટાટા સિલવર ઇટીએફ એક તબક્કે 24 ટકાનો ઘટાડો દાખવતા હતા. એડલવાઇસ, મીરાંએ, 22 ટકા, નિપોન 20 ટકાનો ઘટાડો દાખવતા હતા.
બજારમાં આવી અફડાતફડી છતાં કેટલાંક રોકાણકારો અને એનાલિસ્ટો, સોના ચાંદી ઇટીએફ, મ્યુચ્યુઅલ ફંડ, એમસીએક્સ વાયદામાં સ્થિતપ્રજ્ઞતા ધારણ કરી બજારથી દૂર થઈ ગયા હતા. મજબૂત ઓઉદ્યોગીક માંગ અને જાગતિક બજારમાં પુરવઠા અછત વચ્ચે એશિયન બજાર સત્રમાં કોમેક્સ ચાંદીના ભાવ પ્રતિ ઔંસ (31.10347 ગ્રામ) 99 ડોલરની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચી ગયા હતા. રોકાણકારોએ આગામી અને આવી ટૂંકાગાળાની ખુબ મોટી અથડામણ સમયે, ખાસ કરીને ઇટીએફ અને મ્યુચ્યુઅલ ફંડ રોજકાણકારોએ ખુબ સાવચેતી રાખીને બજારથી અળગા થઇ જવું જોઈએ.
તમે જુઓ, એમસીએક્સ ચાંદી વાયદા બજારમાં મોડેથી સ્થિરતા સ્થપાઈ ગઈ હતી, પણ ઇટીએફ બજારમાં રોકાણકારોએ આંધળી દોટ મૂકીને નફો બુક કરવા ઉતાવળા થતા, હાજર અને વાયદા બજારના ભાવ તફાવત પર ભારે દબાણ આવ્યું હતું, અને પ્રીમિયમ વેગથી ઘટી જતા ભાવ તફાવત (આર્બિટ્રેજ)ના ગળીયા સંકડાઈ ગયા હતા. હાજર સોના અને ચાંદીના ભાવ આજે પણ નવી ઐતિહાસિક સપાટીએ બોલાઈ રહયા છે. ઇટીએફમાં જે કરેક્શન આવ્યું છે, તેને આપણે રોકાણકારોએ શેરબજારની માફક જ નફાબુકીંગ અને જોખમ સમતુલન કર્યું છે એમ કહીશું.
રોકાણકારોએ બજારના માળખાગત ફંડામેન્ટલ્સ, જેવા કે સેન્ટ્રલ બેંકોની ખરીદી, લાંબાગાળાની માંગ, અને ફુગાવા વૃદ્ધિદર જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શિષ્ટબદ્ધ અને વ્યુહાત્મક રોકાણકરોએ આવા કરેક્શન (ભાવ ઘટાડા) આવે ત્યારે તો નફાકારક વ્યૂહરચના સાથે લે-વેચ કરવાનો મોકો ઝડપી લેવો જોઈએ. ભાવની ભારે અફડાતફડી થતી હોય ત્યારે, સટ્ટાકીય સ્ટન્ટ કરવાથી ખીસામાં ફાંકા પડવાનો પૂરો ભય હોય છે.
એમસીએક્સમાં બોલાતા ભાવ અને મ્યુચ્યુઅલ ફંડની એનએવી (નેટ એસેટ્સ વેલ્યુ)ની ગણતરી સાવ જુદી હોય છે. કોઈ પણ ફંડામેન્ટલ કે અન્ય ઘટનાનો પ્રથમ પ્રત્યાઘાત એમસીએક્સમાં ઝીલાય છે, જ્યારે એનએવીની આખી ગણતરી બન્નેના સોદાના સમયમાં અંતર હોવાથી, પાછળથી અને જુદી રીતે થતી હોય છે. એમસીએક્સના ભાવને હમ્મેશા ધ્યાનમાં રાખીને સોદા નહિ કરવા જોઈએ. કારણ કે ઇટીએફના સોદા બપોરે 30.30 વાગ્યે બંધ થઇ જતા હોય છે. એમસીએક્સમાં મોડી સાંજ સુધી સોદાનો સમય હોય છે. માથે કેન્દ્રીય અંદાજપત્ર છે, ત્યારે અફવાઓનું બજાર ગરમ હોતા ભાવ તફાવત વધી જતા હોય છે. રોકાણકારને ખ્યાલ છે કે ઇટીએફના ભાવ વધુ વેગથી વધી રહયા છે તેમ છતાં, આપણે ઊંચા ભાવે નફો ગાંઠે બાંધી લેવાની ઉતાવળ કરતા હોઈએ છીએ.
છેલ્લા એક વર્ષમાં ચાંદીના ભાવ 222 ટકા વધ્યા છે ત્યારે તો રોકાણકારોએ, ખાસ કરીને ઇટીએફના ભાવ આટલા ઝડપથી કેમ વધ્યા, તેનું સાવધ પણે અવલોકન કરવું જોઈએ. મંગળ અને બુધવારે ચાંદીની આયાત જકાત વિશે, આડીઅવળી અફવાઓ અથવા અંદાજપત્ર વિશેની ભ્રમણાઓએ એમસીએક્સ પર ભાવને કોમેક્સ (ન્યુયોર્ક)ના ભાવ કરતા ખુબ ઊંચે મુંકી દીધા હતા.
શુક્રવારે એક તબક્કે કોમેક્સ પાર ભાવ 99 ડોલર હતા ત્યારે ભારતીય બજારમાં આનું પ્રતિબિંબ ખુબ વધુ ઊંચું 10થી 12 ડોલરના તફાવતથી 109 ડોલર જોવા મળ્યું હતું. ઐતિહાસિક ધોરણોથી પણ જોવા જઈએ તો આટલું મોટું પ્રીમિયમ ગેરવાજબી છે. આટલું મોટું પ્રીમિયમ બજારમાં ફરતા માલની અછત એકલું કારણ નથી, પણ બજારમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ, ભાવ હજુ ઉંચા જશે, એવી માન્યતા વચ્ચે તમે લઇ ગયા અને અમે રહી ગયા જેવું થઇ ગયું છે. એક વખત અંદાજપત્રમાં નક્કી થઇ જશે કે કોઈ જકાત લાદવામાં નથી આવી ત્યારે આવા વધુ પડતા પ્રીમિયમ ઓસરી જશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








