ઈબ્રાહીમ પટેલ (નવજીવન.મુંબઈ) : અમેરિકામાં ઘઉનું અંદાજિત ઉત્પાદન મોટું આવશે, એવા કૃષિમંત્રાલયના અહેવાલ પછી શિકાગો ઘઉ વાયદા પર શુક્રવારે વારે સતત ચોથા સત્રમાં ભાવને નીચે જવાનું દબાણ વધતાં સીબીઓટી માર્ચ વાયદો ૭.૪૯ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) સુધી ઘટ્યો હતો. અલબત્ત, એ અગાઉ પુરવઠા અછતની ચિંતાઓએ નવેમ્બરમાં વાયદાને ૯ વર્ષની ઊંચાઈએ પહોંચાડી દીધો હતો. કોમોડિટી ફંડઓ અત્યારે નેટ શોર્ટ (મંદી) પોજીશનમાં છે સાથે જ અને સેલર્સ પણ છે, તેથી તેજીવાળાઓ અત્યારે છાસ ફુંકી ફુંકીને પી રહ્યા છે. ગત સપ્તાહે વાયદો ૩.૬ ટકા ઘટ્યો હતો.
યુરો નેક્સ્ટ ઘઉ વાયદો પણ ત્રણ સત્ર વધ્યા પછી અમેરિકા તરફથી નકારાત્મ સમાચાર આવતા ટ્રેડરો પોતાની પોઝિશન સરખી કરવા લાગતાં ઘટ્યો હતો. આ પછી તો યુરોપિયન ઘઉની ઊંચા ભાવની નિકાસની આશા પણ ઠગારી નિવાદવી શરૂ થઈ હતી. પેરિસ સ્થિત યુરો નેક્સ્ટ માર્ચ મિલિંગ ગયું વાયદો ૩.૫ યુરો ઘટીને ટન દીઠ ૨૭૩.૨૫ યુરો (૩૧૧.૮૬ ડોલર) મુકાયો હતો. અહી એ નોંધવું રહ્યું કે અમેરિકન કૃષિમંત્રાલયે યુરોપિયન યુનિયન દેશના ઉત્પાદનમાં બે લાખ ટન અને આર્જેન્ટીનામાં પાંચ લાખ ટન વધારાના અનુમાન મૂક્યા હતા. બ્રાઝિલ અને પેરુગવેમાં દુષ્કાળને લીધે ઘટનાર ઉત્પાદનને ઉક્ત બે દેશ સરભર કરી નાંખશે.
૨૦૨૧માં વૈશ્વિક અનાજ ભાવ ૨૮ ટકા ઉછળ્યાં હતા હવે યુનાઈટેડ નેશન્સની એજન્સી ફાઓ માને છે કે આ વર્ષે ભાવ વધતાં અટકી સ્થિરતા તરફ પાછા ફરશે. ફ્રેંચ ડેટા કહે છે કે ઈયુ બ્લોકના સોફ્ટ ઘઉની ૨૦૨૧/૨૨ની નિકાસ ગત મોસમ કરતાં સારી રહેવાની અપેક્ષા છે. ૯ જાન્યુઆરી સુધીમાં આ આંકડો ૧૫૧.૧૧ લાખ ટને પહોંચી ગયો હતો. અલબત્ત, બ્રાઝિલ તરફથી વધેલી સ્પર્ધાને લીધે જર્મન ઘઉ નિકાસમાં પીછેહઠ થવા લાગી છે. પાછલા સપ્તાહની તુલનાએ આ આંકડો ૧૦ લાખ ટન વધુ છે.
એનાલિસ્ટઓ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જણાયું કે યુએસડીએ દ્વાર રજૂ થનાર અમેરિકન ઘઉનો સરેરાશ સ્ટોક ૨૦૦૭ પછીનો સૌથી વધુ ૧ ડિસેમ્બરે હતો. યુએસડીએના નેશનલ એગ્રિકલ્ચરલ સ્ટેટેસ્ટીક સર્વિસનો અંદાજ છે કે ૨૦૨૨માં શિયાળુ ઘઉનું વાવેતર ગતવર્ષ કરતાં ૨.૨ ટકા વધીને છેલ્લા છ વર્ષનું સૌથી વધુ ૩૪,૩૯,૭૦,૦૦ એકરમાં થયું છે. સાથે જ ૧ ડિસેમ્બરે પુરાંત ઘઉ સ્ટોક ૧૪ વર્ષની ઊંચાઈએ ૧.૩૯૦ અબજ બુશેલ રહ્યો હતો. ભારતના કૃષિ મંત્રાલયના તાજા અહેવાલ પ્રમાણે રવિ ઘઉનું વાવેતર ગતવર્ષના ૩૩૯.૮૧ લાખ હેક્ટરથી ઘટીને ૩૩૩.૯૭ લાખ હેકટરમાં થયું છે. જ્યારે ચોખાનું વાવેતર ૧૮.૬૯ લાખ હેકટરથી ઘટીને ૧૬.૪૪ લાખ હેકટરમાં થયું છે.
બુઓનીસ ગ્રેન એક્સ્ચેન્જના અનુમાન મુજબ આર્જેન્ટીનાના ખેડૂતો આ વર્ષે ૨૧૮ લાખ ટન ઘઉની લણણી કરશે. આ વર્ષે ઘઉની ઊપજ (યીલ્ડ) સારી આવી હોવાથી ખેડુતો વિપુલ ઘઉ લણશે. દક્ષિણ પૂર્વ બુઓનીસએસરિસમાં લણણી શરૂ થઈ ગઈ છે, ત્યારે ઊભા ઘઉમાં ઉતારો વધી રહ્યો છે. આ વિસ્તારની ગણના આર્જેન્ટીનાના સૌથી વધુ વાવેતર અને મુખ્ય ઘઉ ઉત્પાદકોમાં થાય છે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
![]() | ![]() | ![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.