નવજીવન બનાસકાંઠાઃ બનાસકાંઠાના થરાદ ધાનેરા હાઇવે પર એક કાર ટ્રેકટરની પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારનું તો પડીકું વળી ગયું હતું પણ સાથે 5 વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અકસ્માતમાં 3થી વધુ વ્યક્તિ ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે. પોલીસને ઘટનાની જાણકારી મળતા તેઓ સ્થળ પર દોડી આવ્યા છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
થરાદ ધાનેરા હાઇવે પર જોરપુરા પાટિયા નજીક વહેલી સવારે એક અકસ્માત થયો હોવાની વિગતો મળી રહી છે જે અકસ્માતમાં 5 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. થરાદ ધાનેરા હાઈવે પર આવેલા જોરપુરા પાટિયા પાસે એક અલ્ટો કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને તુરંત સારવાર માટે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ધાનેરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને રાહત કામગીરી શરૂ કરી હતી. પોલીસે આ ઉપરાંત મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |











