Friday, May 1, 2026
HomeGeneralદિલ્હીમાં લાગુ થશે વીકેંડ કરફ્યૂ DDMAની બેઠકમાં નિર્ણય

દિલ્હીમાં લાગુ થશે વીકેંડ કરફ્યૂ DDMAની બેઠકમાં નિર્ણય

- Advertisement -

નવજીવન. નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના વધતા કેસને જોતા સરકારે વીકેંડ કરફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ડીડીએમએ સાથે બેઠક કરી અને તે સંબંધમાં જાણકારી આપી. તેમણે કહ્યું કે ઓમિક્રોન વેરિએંટના અત્યાર સુધીના વ્યવહારને જોતા આ વધુ ખતરનાક લાગતો નથી પરંતુ છતાં પરિસ્થિતિઓને ધ્યાને લેતા કોઈ પ્રકારની બેદરકારી રાખી શકાય નહીં.

સિસોદિયાએ કહ્યું કે તેના વધવાની ગતિને અમે જેટલી નિયંત્રિત કરી શકીશું તેટલું સારું રહેશે. તેથી અમે ડીડીએમની બેઠકમાં નિર્ણય કર્યો છે કે દિલ્હીમાં શનિવાર અને રવિવારે વીકેંડ કરફ્યૂ રહેશે. બીજુ એ કે દિલ્હીમાં જે પણ સરકારી ઓફીસ છે, ત્યાં જરૂરી કામ છોડીને તમામ કર્મચારી વર્ક ફ્રોમ હોમ કરશે. ખાનગી કંપનીઓમાં 50 ટકા સ્ટાફ જ કામ કરશે.

- Advertisement -

મનીષ સિસોદિયાએ કહ્યું કે બસ અને મેટ્રોમાં પણ 50 ટકા ક્ષમતા હોવાને પગલે લાંબી લાઈનો લાગતી હતી જેથી ઓમિક્રોનના સુપર સ્પ્રેડ હોવાનો ભય વધી જતો હતો. તેથી તેને પગલે નિર્ણય લેવાયો છે કે બસ અને મેટ્રો હવે પુરી ક્ષમતા સાથે ચાલશે પરંતુ વગર માસ્કે કોઈને એન્ટ્રી મળશે નહીં. માસ્કને દરેક સંજોગોમાં અનિવાર્ય બનાવવામાં આવશે. એક સવાલના જવાબમાં સિસોદિયાએ કહ્યું કે શનિવાર અને રવિવારે પુરી રીતે કરફ્યૂ લાગુ રહેશે.



સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, 15 જાન્યુઆરી સુધી કોરોના વાયરસના નવા કેસનો આંકડો દરરોજ 20-25 હજાર સુધી પહોંચી શકે છે. એવું કહેવામાં આવ્યું છે કે એવી આશંકા છે કે 8 જાન્યુઆરીની આસપાસ દિલ્હીમાં દરરોજ 8-9 હજાર કોરોના કેસ નોંધાઈ શકે છે. AIIMS સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીં હોસ્પિટલમાં દાખલ થવાનું શરૂ થયું છે, જે ચિંતાનું કારણ બની રહ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં 50થી વધુ કોરોના દર્દીઓને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

- Advertisement -

દિલ્હીમાં કોરોના સંક્રમણ દર 5 ટકાથી ઉપર પહોંચી ગયો છે. સોમવારે, ચેપના 4,099 નવા કેસ નોંધાયા હતા, જે રવિવાર કરતા 28 ટકા વધુ છે. સ્વાસ્થ્ય વિભાગના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોવિડ-19ના એક દર્દીનું મોત થયું છે. ચેપ દર વધીને 6.46 ટકા થયો છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular