Thursday, April 16, 2026
HomeGeneralરાષ્ટ્રપતિ, પીએમ મોદી અને રક્ષામંત્રીએ 'વિરાટ'ને માથુ થપથપાવીને વિદાય આપી

રાષ્ટ્રપતિ, પીએમ મોદી અને રક્ષામંત્રીએ ‘વિરાટ’ને માથુ થપથપાવીને વિદાય આપી

- Advertisement -

નવજીવન. નવી દિલ્હી: રાષ્ટ્રપતિના બોડીગાર્ડ કાફલાનો ભાગ બનેલો ઘોડો ‘વિરાટ’ આજે નિવૃત્ત થઈ ગયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિરાટનું માથું થપથપાવીને વિદાય આપી હતી. વિરાટ ગણતંત્ર દિવસની 10થી વધુ પરેડમાં સામેલ થયો છે. એટલા માટે જ તેને શાનદાર રીતે રિટાયર કરવામાં આવી રહ્યો છે.

રાષ્ટ્રપતિના કાફલામાં સામેલ વિરાટને 2003માં હેમપુરની રેમોઉન્ટ ટ્રેનિંગ સ્કૂલ એન્ડ ડેપોથી અહીં લાવવામાં આવ્યો હતો. તે સમયે વિરાટની ઉંમર ત્રણ વર્ષની હતી. ભવ્ય કદ ધરાવતો વિરાટ ટૂંક સમયમાં જ સૌની આંખોનો સિતારો બની ગયો. વિરાટ જ્યારે 73માં ગણતંત્ર દિવસની ઉજવણી સુધી પહોંચ્યો તો પીએમ મોદીએ પણ તેને સન્માન આપ્યું હતું.

- Advertisement -



કમાન્ડન્ટ ચાર્જર તરીકે તેઓ છેલ્લા 13 વર્ષથી પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ભારતના રાષ્ટ્રપતિનું સ્વાગત કરી રહ્યા છે. એટલું જ નહીં રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે આવેલા વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોના ઔપચારિક સ્વાગત દરમિયાન પણ વિરાટ હાજર રહ્યા હતા. આ તેના ભપકાદાર વલણ અને સ્વતંત્ર સ્વભાવ છે જેણે તેને પરેડનું નેતૃત્વ કરવા માટે નિર્ભય ઘોડો બનાવ્યો.

ગણતંત્ર દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાના અંગરક્ષકોના સાથે રાજપથ પહોંચ્યા હતા. તેની જમણી બાજુ રાષ્ટ્રપતિના બોડીગાર્ડ્સના કમાન્ડન્ટ અનુપ તિવારી તેમના ચાર્જર વિરાટ પર સવાર હતા. આર્મી ડે 2022ના અવસર પર વિરાટને ચીફ ઓફ આર્મી સ્ટાફ કમિશનથી પણ નવાજવામાં આવ્યો છે. ‘વિરાટ’ રાષ્ટ્રપતિના બોડીગાર્ડનો પહેલો ચાર્જર છે જેને કમેન્ડેશન કાર્ડથી નવાજવામાં આવ્યો છે.

- Advertisement -



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular