Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadVideo: હાઇકોર્ટમાં જજની સામે જ ચાર વ્યક્તિનો આત્મહત્યાનો પ્રયાસ, વાંચો કેમ કર્યું...

Video: હાઇકોર્ટમાં જજની સામે જ ચાર વ્યક્તિનો આત્મહત્યાનો પ્રયાસ, વાંચો કેમ કર્યું આવું?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: દેશની ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થવામાં વર્ષો લાગી જતા હોય સમયસર ન્યાય મળવો ખુબ મુશ્કેલ છે. જેના કારણે લોકો બળાપો વ્યક્ત કરતા હોય છે. પરંતુ આજે ગુજરાત હાઇકોર્ટના (Gujarat High Court) એક નિર્ણયને કારણે એક સાથે ચાર-ચાર વ્યક્તિઓએ ચાલુ સુનાવણી દરમિયાન જ ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. હાલ આ ચારેય વ્યક્તિને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે આ ચાર વ્યક્તિઓ ફરિયાદી હતા અને આરોપીઓને જામીન મળી જતા તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર આજરોજ ગુરૂવારે ગુજરાત હાઇકોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ, મનોજ વૈષ્ણવ તથા દંપતી શૈલેષ પંચાલ અને જયશ્રી પરમારે ફિનાઇલ ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાઇકોર્ટના લાઈવ પ્રસારણના માધ્યમથી લોકોએ પણ જોયો હતો. કોર્ટ રૂમમાં ન્યાયાધીશની (Judge) સામે જ આ ઘટના બનતા જસ્ટીસ નિર્ઝર દેસાઈના કહેવાથી પ્રસારણ બંધ કરી દેવામાં આવ્યું હતું. હાલ ચારેય વ્યક્તિઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. પરંતુ અહિયાં અગત્યનો પ્રશ્ન એ છે કે લોખંડી બદોબસ્ત વચ્ચે પણ આ ચાર લોકો ફિનાઇલ સાથે કોર્ટમાં પહોંચ્યા કેવી રીતે?

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે આત્મહત્યાનો પ્રયાસ કરનાર ચાર વ્યક્તિઓએ કલર મર્ચન્ટ કો-ઓપરેટિવ બેન્કના કર્મચારીઓ સામે ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ હતી કે આ બેંકના કર્મચારીઓ સહી કરાવ્યા વગર RTGS કરીને ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરીને ફ્રોડ કરતા હતા. આ કેસની સુનાવણી દરમિયાન જજ નિર્ઝર દેસાઇએ આરોપીઓને જામીન આપતા આ ચાર વ્યક્તિઓએ કોર્ટરૂમમાં જ ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન પોલીસે તેમને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાં સુધી ફરિયાદીઓએ ફિનાઇલ પી લીધું હતું. હાલ તમામને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular