નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની (Rajiv Gandhi)હત્યાના જવાબદાર સંગઠન LTTE (Liberation Tigers of Tamil Eelam)નો વડો વેલુપિલ્લઈ પ્રભાકરન(Velupillai Prabhakaran) જીવિત હોવાનું નિવેદન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રભાકરન જીવિત હોવાનો દાવો તામિલનાડુના પૂર્વ કોંગ્રેસી નેતા અને વર્લ્ડ કોન્ફરેશન ઓફ તામિલના અધ્યક્ષ પાઝા નેદુમારે કર્યો હતો. તેમણે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રભાકરનના મોતની ચર્ચા પર ટૂંક સમયમાં જ પૂર્ણ વિરામ મુકાશે.

અવિશ્વનીય દાવો…
આજરોજ સોમવારના રોજ પાઝા નેદુમારે દાવો કર્યો હતો કે શ્રીલંકાના આતંકી સંગઠન LTTEનો વડો પ્રભાકરન જીવિત છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રભારકરણ સંપૂર્ણ સ્વસ્થ છે અને જલ્દી જ દુનિયા સમક્ષ પરત ફરશે અને તેના મૃત્યુની ચર્ચા પર પૂર્ણ વિરામ મુકાશે.
શું છે LTTE?
ઉલ્લેખનીય છે કે, LTTE શ્રીલંકાનું એક આતંકી સંગઠન છે અને તે તમિલોના અલગ રાષ્ટ્રની માગણી સાથે શરૂ થયું હતું. જેના નેતા વેલુપિલ્લઈ પ્રભાકરન હતો અને સંગઠને વર્ષ 1976માં વિલિકાડે ખાતે નરસંહારની ઘટનાને અંજામ આપ્યો હતો. હિંસક ઘટનાથી સંગઠને શ્રીલંકામાં પોતાની મજબૂત હાજરી નોંધાવી આતંકની દુનિયમાં વેગ પકડ્યો હતો. દરમિયાન અનેક વખત શ્રીલંકા નેતાઓને પણ LTTEએ હિંસાના શિકાર બનાવ્યા હતા.
શ્રીલંકામાં LTTE નો તરખાટ…
80નો દાયકો આવતા સુધીમાં LTTEને અન્ય રાષ્ટ્રો દ્વારા પણ સહયોગ મળવા લાગતા ખુબ મજબૂત બની ગયું હતું. બાદમાં તેણે વર્ષ 1985માં શ્રીલંકામાં સરકાર સાથે તમિલ વિદ્રોહી વચ્ચે શાંતિ વાર્તાલાપનો પ્રયાસ શરૂ કર્યો હતો જે નિષ્ફળ રહ્યો હતો. શાંતિવાર્તાના નિષ્ફળ પ્રયાસ બાદ LTTEએ શ્રીલંકામાં ગૃહ યુધ્ધની શરૂઆત કરી હતી.
બદલો લેવા ભારતના વડાપ્રધાનની હત્યા…
ગૃહ યુધ્ધના કારણે શ્રીલંકામાં સતત હિંસાત્મક ઘટનાઓ સામે આવી રહી હતી. માટે મામલો શાંત કરવા શ્રીલંકાએ ભારત સરકારની મદદ માગતા બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતી કરવામાં આવી હતી. શાંતિ સમજૂતી બાદ વર્ષ 1987માં LTTE સામે લડવા માટે ભારતે પણ પોતાની સેના મોકલી હતી. ભારતીય સેના શ્રીલંકામાં મજબૂતીથી LTTEનો સમાનો કરવા લાગતા LTTE સંગઠનના નેતાઓ ગીન્નાયા હતા અને બદલો લેવાનો કારસો ઘડવા લાગ્યા હતા. જેના પરિણામે 21 મે 1991ના રોજ ભારતના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની તામિલનાડુના શ્રીપેરુબુદુર ખાતે આત્મઘાતી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી.
14 વર્ષ પહેલા પ્રભાકરનનું મોત…
ઉલ્લેખનીય છે કે, LTTEના વડા પ્રભાકરનનું શ્રીલંકા સૈન્ય સાથે મુઠભેડમાં મોત થયું હતું. શ્રીલંકા સરકારે 18 મે 2009ના રોજ સત્તાવાર રીતે પ્રભાકરનના મોતની જાહેરાત પણ કરી હતી. મીડિયામાં પ્રભાકરનના સબના ફોટો પણ જોવા મળ્યા હતા અને બે સપ્તાહ બાદ પ્રભાકરનના ડી.એન.એ. ટેસ્ટ કરી જાહેરાત કરવામાં આવી હતી કે તે શબ પ્રભાકરનનું જ છે. આ દરમિયાન પ્રભાકરનના પુત્ર એન્થની ચાર્લ્સનું પણ મોત થઈ ગયું હોવાનું જાહેર થયું હતું. ત્યારે પાઝા નેદુમારેનો પ્રભાકરન જીવિત હોવાનો દાવામાં કેટલું સત્ય તે કહેવું મુશ્કેલ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








