નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Veraval News: વેરાવળના નામાંકિત ડૉકટર અતુલ ચગની ચકચારી આપઘાત કેસમાં (Dr Atul Chag Suicide Case) આજે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) કન્ટેમ્પટ ઓફ કોર્ટની થયેલી અરજી પર ચુકાદો સંભળાવવાની છે. પોલીસે કોર્ટ સમક્ષ અરજી ટકાવાપાત્ર ન હોવાની દલીલ કરી હતી. સાથે જ પોલીસે દલીલ કરી હતી કે સુપ્રિમ કોર્ટના (Supreme Court) ભંગનો આરોપ હોય તો સુપ્રિમ કોર્ટમાં અરજી કરવી પડે. મહત્વની વાત છે કે ગત સુનાવણીમાં બંને પક્ષોની દલીલના અંતે હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. જે મામલે આજે હાઈકોર્ટના જસ્ટિસ શાસ્ત્રીની બેન્ચ ચુકાદો આપવાની છે.
શું હતો સમ્રગ મામલો?
12 ફેબ્રુઆરીના રોજ વેરાવળના નામાંકિત ડૉકટર અતુલ ચગે હોસ્પિટલમાં ગળેટૂંપો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેમાં આર્થિક સંકળામણના કારણે આ આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત પોલીસને ઘટના સ્થળેથી સુસાઈડ નોટ પણ હાથ લાગી હતી. જેમાં આપઘાત પાછળ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારાયણ ચુડાસમાના નામનો ઉલ્લેખ હતો. જોકે ભાજપના નેતા હોવાથી પોલીસે ફરિયાદ લેવામાં ઠાગાઠૈયા કર્યા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો.
વધુ વાંચો : ડૉ. ચગની આત્મહત્યામાં ભાજપના સાંસદની સંડોવણી? જૂઓ સુસાઈડ નોટમાં શું લખ્યું છે…
અતુલ ચગ આપઘાત કેસમાં પોલીસે ફરિયાદ ન નોંધતા લોહાણા સમાજના આગેવાનો દ્વારા પણ પોલીસ ઉચ્ચઅધિકારીઓને આવેદન પત્ર પાઠવી આરોપીઓ સામે કાર્યવાહી કરવા માગ કરી હતી. જોકે કોઈ કાર્યવાહી ન થતા અંતે અતુલ ચગના પુત્રે સમ્રગ મામલે હાઇકોર્ટમાં અરજી કરી ન્યાયની માગણી કરી હતી. ત્યારબાદ હાઈકોર્ટે પોલીસન ઉધડો લેતા પોલીસે ફરિયાદ દાખલ કરવાની વાત કરી હતી. પરંતુ હજુ સુધી ફરિયાદ નોંધાઈ હોવાની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે હાઈકોર્ટની સુનાવણી તરફ સૌ કોઈ મીટ માંડીને બેઠા છે.
આ પણ વાંચો : ડૉ. અતુલ ચગના પરવારનો ગંભીર આક્ષેપ, ભાજપ સાંસદની વધી શકે છે મુશ્કેલી: વેરાવળ
ઉલ્લેખનીય છે કે અરજદારે હાઈકોર્ટમાં કહ્યુ હતું કે 12 ફેબ્રુઆરીએ આપઘાતની ઘટના બની અને તે દિવસે સુસાઈડ નોટ પણ મળી આવી હતી. છતાંય પોલીસ હજુ સુધી તપાસ ચાલું હોવાની વાત કહી રહી છે. પોલીસે અતુલ ચગની સુસાઈડ નોટ એફ.એસ.એલમાં પણ મોકલી હતી. જેમાં અક્ષર અતુલ ચગના હોવાનો પણ ખુલાસો થયો હોવા છતાં પણ કાર્યવાહી થઈ નથી.
આ પણ વાંચો : ડૉ. અતુલ ચગ આપઘાત કેસમાં ઉચ્ચ અધિકારીઓને હાઇકોર્ટનું તેડું, હાથ ધરાઈ સુનાવણી
TAG: Gir Somnath News, Veraval News, Dr Atul Chag Suicide Case Update
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








