Saturday, May 23, 2026
HomeGeneralડૉ. અતુલ ચગના પરવારનો ગંભીર આક્ષેપ, ભાજપ સાંસદની વધી શકે છે મુશ્કેલી:...

ડૉ. અતુલ ચગના પરવારનો ગંભીર આક્ષેપ, ભાજપ સાંસદની વધી શકે છે મુશ્કેલી: વેરાવળ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વેરાવળ: Veraval Dr. Atul Chag suicide case Update: ગીર સોમનાથના (Gir Somnath) વેરાવળમાં ડૉ. અતુલ ચગની આત્મહત્યા મામલે આજે લોહાણા સમાજ અને તેમના પરિવારજનોએ ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન પત્ર પાઠવતા ડૉ. ચગના પરિવારે ભાજપ સાંસદ (BJP MP)વિરૂધ્ધ સણસણતા આક્ષેપ કરતા ભાજપના સાંસદ મુશ્કેલીમાં મુકાય શકે તેવી શક્યતા છે.

ગત રવિવારના રોજ વેરાવળમાં ડૉ. અતુલ ચગે તેમની હોસ્પિટલમાં આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા ડૉ. ચગે લખેલી સુસાઈડ નોટે રાજકીય આલમમાં ચકચાર જગાવી હતી. ત્યારે હવે પરિવારજનો અને લોહાણા સમાજના આગેવાનોએ વેરાવળના ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર પાઠવી પોલીસ તપાસની માગણી કરી છે. મોટી સંખ્યામાં લોહાણા અગ્રણીઓ અને ડૉ. અતુલ ચગના પરિવારજનોએ ડૉ. ચગની સુસાઈડ નોટમાં લખેલા નામ નારણભાઈ અને રાજેશ ચુડાસમાની તપાસની માગણી કરી હતી.

- Advertisement -
Doctor atul chag suicide in veraval
Doctor atul chag suicide in veraval

ડૉ. અતુલ ચગના પરિવારે મીડિયા સમક્ષ માગણી કરી હતી કે, ડૉ. ચગની આત્મહત્યા પાછળ રાજકીય માથાઓનો હાથ હોય પોલીસ કોઈ દબાણ વગર કાર્યવાહી કરે. સાથે જ ડૉ. ચગના બહેને મીડિયાને સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાનું નામ સુસાઈડ નોટમાં હોવાનું સ્પષ્ટતાથી જણાવ્યું હતું. તેમણે માગણી કરી હતી કે સુસાઈડ નોટના આધારે પોલીસ વધારે તપાસ કરે અને પરિવારને ન્યાય મળે. ઉપરાંત તેમણે જનતાને અપિલ કરતા કહ્યું હતું કે, ગરીબોના બેલી તરીકે ઓળખાતા ડૉ. અતુલ ચગની આત્મહત્યા મામલે પરિવારને ન્યાય મળે તે માટે સમર્થન કરે.

આ પણ વાંચો: ડૉ. ચગની આત્મહત્યામાં ભાજપના સાંસદની સંડોવણી? જૂઓ સુસાઈડ નોટમાં શું લખ્યું છે…

ડૉ. અતુલ ચગના પુત્રએ પણ મીડિયા સાથે વાત કરતા, તેમના પિતાની આત્મહત્યા પાછળ રાજકીય વ્યક્તિઓ કારણભૂત હોવાનું જણાવ્યું હતું. તેમણે નામ લીધા વગર કહ્યું હતું કે, પિતાની દોઢ લીટીની સુસાઈડ નોટમાં જે નામ છે તેના કરતા વધારે સ્પષ્ટ નિવેદન મને નથી લાગતું કે હોય શકે. આ લોકો ખુબ પાવરફૂલ છે માટે પોલીસ સામાન્ય રીતે જેમ કાર્યવાહી કરતી હોય તેમ જ કાર્યવાહી કરે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે હાલ સુધી પોલીસનો સહયોગ સારો રહ્યો છે અને હવે અમે આગળ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરીશું.

- Advertisement -

આમ પરિવારજનોની મીડિયા સાથેની વાતચીત પરથી ડૉ. અતુલ ચગની આત્મહત્યા મામલે સાંસદ રાજેશ ચુડાસમાની મુશ્કેલી વધે તેવી સંભાવના જણાય છે. હવે જોવું રહ્યું કે આ મામલે પરિવાર કોના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવે છે અને પોલીસ સુસાઈડ નોટમાં રહેલા આરોપીઓના નામ નારણભાઈ અને રાજેશભાઈ સુધી પહોંચવામાં સફળ થાય છે કે કેમ?

(રિપોર્ટ:પરાગ સંગતાણી. વેરાવળ)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular