Wednesday, July 29, 2026
HomeGeneralવડોદરા: નંદેસરી દિપક નાઇટ્રેટમાં લાગેલી આગ આખરે કાબૂમાં, આગ બુજાવવા 4000 લીટર...

વડોદરા: નંદેસરી દિપક નાઇટ્રેટમાં લાગેલી આગ આખરે કાબૂમાં, આગ બુજાવવા 4000 લીટર ફોમ અને 1 લાખ લીટર પાણીનો ઉપયોગ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરાના નંદેસરીમાં ગઈ કાલ સાંજના સમયે દિપક નાઇટ્રેટ નામની કંપનીમાં 5 મોટા બ્લાસ્ટ સાથે વિકરાળ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે બ્લાસ્ટ થતા જ સમગ્ર વિસ્તારની ધરા ધ્રૂજી ઉઠી હતી. કંપનીમાં એક બાદ એક પાંચ જેટલા મોટા ધડાકા થયા હતા. આગના બનાવને પગલે 700 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.



વડોદરાના નંદેસરી GIDCમાં આવેલી આવેલી દિપક નાઇટ્રેટ નામની કંપનીમાં ગઈ કાલે સાંજે લાગેલી આગ આખરે કાબૂમાં આવી ગઈ છે. હાલ પાણીનો મારો ચલાવી કુલિંગની કામગીરી હાથ કરવામાં આવી રહી છે. ગઇકાલે સાંજે બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. આગની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી શરૂ કરી હતી.

કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા આસપાસની કંપનીઓને પણ નુકસાન થયું છે. કંપનીમાં બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે 5 કિલોમીટર દૂરથી આગ અને ધૂમાડાના ગોટેગોટા નજરે પડી રહ્યા હતા. આગના બનાવમાં 8 લોકો ઇજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 3ને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ગામના અંદાજિત 700 લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. બચાવકામગીરી માટે NDRFની ટીમની પણ મદદ લેવામાં આવી હતી.



વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આગ 90 ટકા જેટલી કાબૂમાં આવી છે. વડોદરાના તમામ ફાયર સ્ટેશનોના સ્ટાફને આગ બુજવવા કામે લગાવવામાં આવ્યો છે. ફાયરબ્રિગેડની 17 ગાડીઓ કામે લગાડાઈ હતી. ફાયર બ્રિગેડની 8 ટેન્કર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ બુઝાવવા ફાયર વિભાગ દ્વારા 9 ફાયર એન્જીન, 2 બૂમ વોટર બ્રાઉઝર, 1 સ્નોર અકેલ (બ્રન્ટો), 1 સી.એફ.ઓ, 2 સ્ટેશન ઓફિસર, 45 ફાયર મેન જોડાયા હતા. અત્યાર સુધીમાં આગ બુજવવા માટે અંદાજિત 4000 લીટર ફોમ અને 100000 લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular