Friday, October 2, 2026
HomeGujaratઅરવલ્લી : LCB અને બિશ્નોઈ ગેંગ વચ્ચે સામ સામે ફાયરિંગ, PI સહિત...

અરવલ્લી : LCB અને બિશ્નોઈ ગેંગ વચ્ચે સામ સામે ફાયરિંગ, PI સહિત ૩ ઈજાગ્રસ્ત, એક સાગરિતને પગમાં ગોળી વાગી

- Advertisement -
  • SP મનોહરસિંહ જાડેજાએ કહ્યું પોષડોડા ઘુસાડનાર બિશ્નોઈ ગેંગની સિન્ડિકેટને ગમે તે ભોગે તોડી નાખી જેલ ભેગી કરાશે

Aravalli LCB and Bisnoi gang encounter (જય અમીન.અરવલ્લી) : અરવલ્લી જિલ્લામાં બિશ્નોઈ ગેંગની સ્કોર્પિયો ગાડીમાં પોષડોડા ઘુસાડવાની સિન્ડિકેટને તોડી નાખવા અરવલ્લી પોલીસે એક સપ્તાહમાં વધુ એક દિલધડક ઓપરેશન કર્યું છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે માલપુરના મોર ડુંગરી ગામ નજીક સ્કોર્પિયો કારમાં પોષડોડાની હેરાફેરી કરતી બિશ્નોઈ ગેંગને પડકારી. જેમાં આ શખ્સો પોલીસ જીપ પર ફાયરિંગ કરતા એલસીબી પીઆઇએ સ્વબચાવમાં ત્રણ ચાર રાઉન્ડ ફાયરિંગથી બિશ્નોઈ ગેંગના સાગરીતને પગમાં ગોળી વાગતા ઢળી પડ્યો હતો. અન્ય એક સાગરિત ફરાર થઈ ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત માફિયાના હાથમાં રહેલી એક માઉઝર પિસ્તોલ તેમજ સ્કોર્પિયો ગાડીમાંથી વધુ એક માઉઝર પિસ્તોલ જપ્ત કરી હતી.

SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ PI એમ.એચ.ઝાલાને બિશ્નોઈ ગેંગ જિલ્લાના અંતરિયાળ માર્ગો પરથી સ્કોર્પિયો ગાડીમાં પોષડોડાનો જથ્થાની હેરાફેરી કરી રહી હોવાની બાતમી મળી હતી. જિલ્લાના માર્ગો પર નાઈટ પેટ્રોલિંગ તેજ કરી દીધું હતું. માલપુર તાલુકાના મોરડુંગરી નજીક નાકબંધી કરી પોષડોડા ભરી પસાર થતી સ્કોર્પિઓને રોકવાનો પ્રયત્ન કરતા બિશ્નોઈ ગેંગના સાગરિતે પોલીસજીપ પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા એલસીબી પીઆઇ ઝાલાએ સ્વબચાવમાં ત્રણ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરનારના પગે ગોળી વાગતા ઈજાગ્રસ્ત થતા ઢળી પડ્યો હતો. એક આરોપી ફરાર થઇ ગયો હતો પોલીસે તેના હાથમાં રહેલી એક માઉઝર પિસ્તોલ અને સ્કોર્પિઓમાંથી એક માઉઝર પિસ્તોલ સહીત બે પિસ્તોલ જપ્ત કરી હતી. ફરાર આરોપીને ઝડપી પાડવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરાઈ છે. પોલીસે સ્કોર્પિયોની સઘન તપાસ કરતા તેમાંથી ગુણિયો ભરીને રાખવામાં આવેલો ગેરકાયદેસર પોશડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડી તેમજ નશીલા દ્રવ્યોનો તમામ જથ્થો કબજે કરી એફએસએલ તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -

અરવલ્લીના માલપુર મોરડુંગરી નજીક સર્જાયેલા દિલધડક એન્કાઉન્ટરનો ઘટનાક્રમ

ગુજરાતમાં રાજસ્થાન સરહદ નજીકના માર્ગો પરથી થતી નશાની હેરાફેરી સામે પોલીસ તંત્ર સતત બાજ નજર રાખી રહ્યું છે. ગુરુવારે રાત્રીના સુમારે માલપુર તાલુકાના મોરડુંગરી ગામ નજીક વાહન ચેકિંગ દરમિયાન અચાનક ગોળીબારની સ્થિતિ સર્જાઈ હતી. બિશ્નોઈ ગેંગના સાગરિતો કાળા કલરની સ્કોર્પિયો કારમાં પ્રતિબંધિત પોશડોડાનો મોટો જથ્થો લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને ઘેરી લેવાની યોજના બનાવી હતી. જો કે, આરોપીઓએ શરણાગતિ સ્વીકારવાને બદલે હિંસક વલણ અખત્યાર કર્યું હતું.

ચોક્કસ બાતમીના આધારે વોચ અને સ્કોર્પિયોમાંથી જીવલેણ હુમલાનો પ્રયાસ

- Advertisement -

અરવલ્લી LCB ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે, ઉત્તર ભારત તરફથી એક શંકાસ્પદ સ્કોર્પિયો વાહન મારફતે નશીલા દ્રવ્યોની ખેપ મારવામાં આવી રહી છે. બાતમીના આધારે મોરડુંગરીગામ નજીક ચુસ્ત ફિલ્ડિંગ ગોઠવવામાં આવી હતી. જેવી સ્કોર્પિયો કાર નજીક આવી કે તરત જ પોલીસે તેને અટકાવવા બેરિકેડ્સ ગોઠવી દેવાનો ઈશારો કર્યો હતો. નાકાબંધી જોઈ કારમાં સવાર બિશ્નોઈ ગેંગના સાગરિતોએ ગભરાટ વગર પિસ્તોલ કાઢી પોલીસ જવાનો પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા ક્ષણભરમાં પરિસ્થિતિ ગંભીર અને જીવલેણ બની ગઈ હતી.

બિશ્નોઈ ગેંગના સાગરીતને પગ પર ગોળી મારી

બ્લેક કલરની સ્કોર્પિયોમાં ગાડીમાં રહેલા બિશ્નોઈ ગેંગના સાગરિતોએ પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા પીઆઈ ઝાલાએ અદભુત સમયસૂચકતા દાખવી સ્વબચાવમાં ત્રણ ચાર રાઉન્ડ બિશ્નોઈ ગેંગના સાગરિત પર કરતા એક સાગરિતના પગ પર ગોળી મારી હતી. જેમાં તે ઈજાગ્રસ્ત થઈ ઢળી પડ્યો હતો. એલસીબી પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે એન્કાઉન્ટર થતા સમગ્ર વિસ્તાર ગોળીબારથી ધણધણી ઉઠ્યો હતો.

- Advertisement -

ફરાર આરોપીની ધરપકડ માટે સરહદી વિસ્તારોમાં સઘન નાકાબંધી

અરવલ્લી જિલ્લો રાજસ્થાનની સીમા સાથે જોડાયેલો હોવાથી ફરાર થયેલ બિશ્નોઈ ગેંગનો સાગરીત રાજ્ય બહાર પલાયન ન થઈ જાય તે માટે તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટો પર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાબરકાંઠા અને અરવલ્લીના ગ્રામીણ માર્ગો પર નાકાબંધી વધારી દેવાઈ છે. પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, ડ્રોન સર્વેલન્સ અને સ્નિફર ડોગ્સની મદદથી આસપાસના જંગલ તથા કોતરોમાં સઘન કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular