Friday, October 2, 2026
HomeGujaratઇથોપિયામાં અપહરણ કરાયેલા 3 ગુજરાતીઓ ખંડણી ચૂકવ્યા વિના મહેસાણા પરત ફર્યા હોવાનો...

ઇથોપિયામાં અપહરણ કરાયેલા 3 ગુજરાતીઓ ખંડણી ચૂકવ્યા વિના મહેસાણા પરત ફર્યા હોવાનો દાવો, ગેરકાયદે અમેરિકા જવાની લાલચમાં ભેરવાયા

- Advertisement -

Three Gujaratis held captive after being abducted in Ethiopia released : ગેરકાયદેસર અમેરિકા જવા માટેની ઘેલછા એટલી હદે છે કે, ગુજરાતીઓ તમામ પ્રકારના સાહસ કરવા તૈયાર છે. લાખો રૂપિયા ખર્ચીને અમેરિકામાં ઘૂસણખોરી કરવા નીકળેલા અનેક ગુજરાતીઓએ મોતને વ્હાલું કર્યું છે. કેટલાંક અપહરણ, ખંડણી અને શોષણનો ભોગ બન્યા છે. તાજેતરમાં ડોંકી રૂટ દ્વારા અમેરિકા જવા નીકળેલા ગુજરાતના મહેસાણા જિલ્લાનો એક યુવક અને બે યુવતીનું ઇથોપિયામાં અપહરણ (Three Gujaratis kidnapped in Ethiopia) કરી ગોંધી રાખી કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. વિદેશની ધરતી પર યાતના ભોગવીને ત્રણ ગુજરાતીઓ પાછા વતનમાં જ આવી જતાં પરિવારજનોએ આંસુ સાથે સ્વાગત કર્યું હતું.

ગુજરાતના મહેસાણા જિલ્લાના યુવક-યુવતીઓએ ડોંકી રૂટથી અમેરિકા (USA via Donkey Route) જવા માટે પ્રત્યેક મુસાફર દીઠ 75-75 લાખમાં એજન્ટ સાથે સોદો કર્યો હતો. એજન્ટે ત્રણેય જણાને અમદાવાદથી જયપુર અને વાયા અબુ ધાબી થઈને ઇથોપિયા મોકલ્યા હતા. ઇથોપિયાના સ્વાઝીલેન્ડ સ્ટ્રીટ પર સ્થિત GSF કેમ્પમાં ત્રણેયને લઈ જવાયા હતા. અમેરિકા વાંચ્છુઓની શંકાને ટાળવા માટે એજન્ટોએ ઇથોપિયામાં રહેવા માટે એક મહિનાનો ઈ-વિઝા પણ મેળવ્યો હતો.

- Advertisement -

ઇથોપિયામાં કેટલાંક શખસોએ ત્રણેય જણાનું અપહરણ કરી એક કરોડ રૂપિયાની પરિવારો પાસે ખંડણી માગી હતી. ઇથોપિયન અપહરણકર્તાઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઋત્વિજ જંસારી, મમતા અને મયુરીનો મામલો ગુજરાત સરકાર અને ત્યારબાદ કેન્દ્ર સરકાર પાસે પહોંચ્યો હતો. અપહરણકર્તાઓએ ત્રણેય જણાના છુટકારા માટે એક કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. આખરે ત્રણેય યુવક-યુવતી વતન ગુજરાતમાં હેમખેમ પાછા ફર્યા છે. આ સમગ્ર ઘટના વચ્ચે એવો દાવો કરવામાં આવે છે કે, ત્રણેય અપહ્યુતનો છુટકારો ખંડણીની રકમ ચૂકવ્યા વિના થયો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular