નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ગુજરાતમાં રખડતા ઢોરને લઈને હાઈકોર્ટ આકરા પાણીએ થતાં તંત્રએ રખડતા ઢોર સામેકડક કાર્યવાહી કરી રહી છે. તેમ છતાં રાજ્યના માર્ગો પર અવાર-નવાર રખડતા ઢોરના કારણે નિર્દોશ લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. તાજેતરમાં જ ક ગોંડલમાં પ્રૌઢને ઢોરએ શિંગડામાં ભરાવીને હવામાં ફંગોળી દેતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે આજે વડોદરામાં ઢોરએ ગર્ભવતી મહિલાને અડફેટે લેતા તેના ગર્ભમાં રહેલા શિશુનું મોત નિપજ્યું છે.
વડોદરામાં જે ઘટના બની છે તે કાળજુ કંપાવી ઉઠે તેમ છે. જે બાળકે હજી પોતાની માતાનું મોઠુ પણ જોયું ન હતું તેનું ગર્ભમાં જ મોત થઈ ગયું છે. વડોદરાના સલાટવાડા વિસ્તારમાં ચાર વર્ષની બાળકીને રખડતા ઢોરથી બાળકીને બચાવવા જતાં ઢોરે ગર્ભવતી મહિલાને ઢોરે ફંગોળી દીધી હતી. મહિલાને પેટ, પેઢા અને ગુપ્તાંગમાં ઈજા પહોંચ્તા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ગર્ભવતી મહિલાને ગંભીર ઈજા થતા ગર્ભમાં રહેલું શિશુંનું મોત નિપજ્યું હતું. હાલ મહિલા હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આખરે ક્યાં સુધી ગુજરાતની જનતાને ઢોરનો ત્રાસ સહન કરવો પડશે. અવાર-નવાર રખડતાં ઢોરના કારણે નિર્દોશ લોકો જીવ ગુમાવી રહ્યા છે.
ગુજરાતમાં રખડતા ઢોર સામે કડક કાર્યવાહી કરવામાં આવતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સરકાર સામે આંદોલનની ચીમકી પણ ઉચારી હતી. ઉપરાંત ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવા પણ સરકારને રજૂઆત કરવામાં આવી હતી. બીજી બાજુ આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે. તેવા સરકાર પોતાની વોટ બેંકને બચાવવા માટે આગામી વિધાનસભા સત્રમાં ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચી શકે તેવી સંભાવના પણ રહેલી છે. રખડતા ઢોરના કારણે નિર્દોશ લોકો જીવ ગુમાવી રહ્યા છે તેનું જવાબદાર કોણ ઢોરનો માલિક કે સરકાર?
![]() |
![]() |
![]() |











