Tuesday, March 17, 2026
HomeGujaratVadodaraચોરની આંખ ચાર તો પોલીસની આઠ! વડોદરામાં જથ્થાબંધ સાયકલ સાથે ચોર ઝડપાયો

ચોરની આંખ ચાર તો પોલીસની આઠ! વડોદરામાં જથ્થાબંધ સાયકલ સાથે ચોર ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરાઃ Vadodara Crime News: જો તમે તમારા બાળકોની સાયકલને લૉક ન મારતા હો તો ચેતી જજો. અત્યારે સ્કૂલ- કોલેજમાં વેકેશન પડવાની શરૂઆત થઇ ગઇ છે. તેવામાં નાના બાળકો સોસાયટીની બહાર કે પછી ટયુશન કલાસીસોમાં સાયકલો લઇ જતા હોય છે. ત્યારે મોટાભાગના બાળકો સાયકલને લૉક કરવાનું ભુલી જતા હોય છે. તે જ તકનો લાભ ઉઠાવી સાયકલ ચોર લૉક વિનાની સાયકલો ઉઠાવી ફરાર થઈ જતા હોય છે. આવો જ એક બનાવ વડોદરામાં (Vadodara) બન્યો છે. જેણે 11 સાયકલની ચોરી (Bicycle theft) કરી હતી. પરંતુ ચોરની આંખો ચાર ત્યારે પોલીસની આંખો આઠ હોય તેવું તો તમે સાંભળ્યું જ હશે. ત્યારે આ કહેવતને સાર્થક કરતા આજરોજ વડોદરા નવાપુરા પોલીસે (Vadodara Police) સાયકલ ચોરને (Bicycle thief) ઝડપી પાડ્યો છે.

Vadodara Police Nabs Thief with bilk Bicycle
Vadodara Police Nabs Thief with bilk Bicycle

વડોદરા નવાપુરા પોલીસે બાતમી આધારે વેરાઇ માતાના ચોક ખંડેરાવ માર્કેટ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળો બદામી વાદળી કલરનો ચેક્સ શર્ટ તથા નેવી બ્લ્યુ કલરનું પેન્ટ પહેરેલો એક શખ્સ સાયકલ લઇને ત્યાંથી પસાર થયો હતો. પોલીસને શંકા જતા તેની પૂછપરછ કરતા તેણે તેનુ નામ શ્રીકાંત ઉર્ફે ગુંગો જણાવ્યુ હતુ. તેની પાસે રહેલી TONY BOLT કાળા કલરની લાલ અને બ્લ્યુ પટ્ટાવાળી સાયકલ વિશે પોલીસે પૂછપરછ કરી હતી. જેમા પ્રથમ તે શખ્સે બીલ અંગે બહાના કાઢ્યા અને બાદમાં પોતે તે સાયકલ આજથી આશરે એક મહિના પહેલા આજવા રોડ કોલોની પાસે શરીયત મસ્જીદ પાસેથી ચોરી કરી ઘરે મુકી રાખવાની કબૂલાત કરી હતી.

- Advertisement -

આરોપીની કબૂલાતના આધારે પોલીસે તેના ગાજરાવાડી ઇદગાહ મેદાન પાસે હનુમાન ટેકરી ઝુપડપટ્ટીના તેના ઘરે તપાસ હાથ ધરી હતી. જેમાં જુદી જુદી કંપનીની 76,000ની કિંમતની કુલ 11 સાયકલો પોલીસે જપ્ત કરી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular