Tuesday, May 19, 2026
HomeGujaratVadodaraVadodara : લિફ્ટ મેન્ટેનન્સ માટે ગયેલા યુવકનું કરંટ લાગતા મોત, ડી કમ્પોઝ...

Vadodara : લિફ્ટ મેન્ટેનન્સ માટે ગયેલા યુવકનું કરંટ લાગતા મોત, ડી કમ્પોઝ બૉડી ફાયરબ્રિગેડે બહાર કાઢી

- Advertisement -

નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી માધવનગર સોસાયટીમાં રહેતો અને બે દિવસથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ લિફ્ટ રૂમમાંથી મળી (Body of youth missing for two days found) આવ્યો છે. ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી સ્થાનિક પોલીસને સોંપ્યો હતો.

અટલાદરા માધવનગર પ્રધાનમંત્રી આવાસ યોજના (Madhavnagar Prime Minister’s Housing Scheme Vadodara) ના ફલેટમાં આવેલા લિફ્ટ રૂમમાં ભારે દુર્ગંધ મારતી હોવાની ફરિયાદ થઈ હતી. જેથી લોકો છત પર આવેલા લિફ્ટ રૂમમાં પહોંચ્યા હતા. જ્યાં યુવકની લાશ નજરે પડી હતી. મૃતદેહ લિફ્ટ રૂમમાં ફસાઈ ગયો હોય તેવી હાલતમાં હોવાથી ફાયરબ્રિગેડ ટીમની મદદ લેવામાં આવી હતી. મૃતદેહને બહાર કઢાયો ત્યારે જાણવા મળ્યું કે, મૃતક વિજય અમરીશભાઈ સોલંકી છે અને તેઓ માધવનગર ખાતે જ રહે છે. બે સંતાનોના પિતા તેમના પરિવાર સાથે પાંચેક વર્ષ પહેલાં મુંબઈથી વડોદરા રહેવા આવ્યા હતા. બે દિવસ પહેલાં વિજયભાઈ પક્કડ લઈને ઘરેથી નીકળ્યા હતા અને પરત આવ્યા ન હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular