Sunday, April 26, 2026
HomeGeneralવડોદરા: હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો

વડોદરા: હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો

- Advertisement -

નવજીવન વડોદરા: ગુજરાતમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થતાં આરોપીના અનેક કિસ્સા પ્રકાશિતમાં આવ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. વડોદરામાં આરોપીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસજાપ્તાને ચકમો આપીને નાસી છૂટ્યો છે. જો કે મામલો બહાર આવતા ઉચ્ચ અધિકારીઓએ તપાસનો દોર શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા કેટલાક સમય પહેલા હત્યાના ગુનામાં અંકલેશ્વરના અનિલ ઉર્ફે માઇકલ વસાવાની પોલીસે ધરપકડ કરી હતી. અનિલ અત્યારે હત્યાના કેસમાં સજા કાપી રહ્યો હતો. અનિલની તબિયત લથડતા તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. તે દરમિયાન પોલીસ જાપ્તાને ચકમો આપીને નાસી છૂટ્યો હતો.

- Advertisement -



સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં અધિકારીઓએ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. હોસ્પિટલના સીસીટીવી ચેક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી ફરાર થઈ જતાં રાવપુરા પોલીસે અંકલેશ્વર પોલીસને જાણ કરી હતી.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular