નવજીવન ન્યૂઝ.વડોદરાઃ ભારતમાં લગ્નને સાત જન્મનો સંબંધ માનવામાં આવે છે, ઉપરાંત આ દિવસને યાદગાર બનાવવા લોકો ખાસ પ્રયાસ કરે છે. ત્યારે વડોદરાની એક યુવતી એક એવા લગ્ન કરવા જઈ રહી છે કે તમે પણ સાંભળીને કહેશો આવુ તો કંઈ હોતુ હશે..! વડોદરા શહેરની 24 વર્ષની ક્ષમા બિંદુ(Kshama Bindu) આગામી 11 જૂને લગ્ન કરવા જઇ રહી છે, પરંતુ તેના આ લગ્ન હાલ ભારે ચર્ચામાં છે.
વડોદરાની રહેવાસી 24 વર્ષીય ક્ષમા બિદુએ પોતાની સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. આવી રીતેના લગ્નથી સૈ કોઈ આશ્ચર્ય ચકિત છે. તેના આ નિર્ણયથી સાથે માતા-પિતા રાજી થયા છે. ક્ષમા બિદુ આ લગ્ન રીતિ-વાજ અને ફેરાથી લઈને ભારતીય પરંપરા પ્રમાણે જ થશે, પરંતુ એમાં બસ વરરાજા નહીં હોય. આ લગ્નને ગુજરાતના પ્રથમ આત્મ-વિવાહ કહેવામાં આવી રહ્યા છે.

ક્ષમા બિદુ આ અંગે નિર્ણય કરતા પહેલા ઓનલાઇન રિસર્ચ કર્યું હતુ કે, દેશમાં કોઇ મહિલાએ પોતાની સાથે જ લગ્ન કર્યા છે કે નહીં. જોકે આ દરમિયાન ક્ષમાને કોઇ સંતોષજનક જવાબ મળ્યા ન હતા. ક્ષમાનું કહેવું છે કે, દેશમાં કદાચ હું સેલ્ફ લવનું ઉદાહરણ સ્થાપિત કરનારી પ્રથમ યુવતી છું.
ક્ષમા બિદુએ જણાવ્યું કે, લોકો કોઇ એક વ્યક્તિ સાથે લગ્ન કરે છે અને તેને પ્રેમ કરે છે. પરંતું હું પોતાની જ જાતને પ્રેમ કરું છું, અને પોતાની સાથે જ લગ્ન કરી રહી છું. ક્ષમાએ લગ્ન કરવા માટે ગોત્રીનું મંદિર નક્કી કર્યું છે. ઉપરાંત લગ્ન પછી ક્ષમા હનીમૂન ઉપર પર જશે. હનીમુન માટે ગોવાની પસંદગી કરી છે. જ્યાં બે સપ્તાહ સુધી રહેશે. માતા-પિતા ખુલ્લા વિચારોવાળા હોવાના કારણે તેમણે લગ્ન માટે મંજુરીઆપીને આશીર્વાદ આપ્યા છે.

![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











