Saturday, May 30, 2026
HomeGeneralછોટાઉદેપુર: પોલીસકર્મી પતિ અને પત્નીએ દવાપીને જીવન ટુંકાવ્યું, 7 સંતાન અનાથ બન્યા

છોટાઉદેપુર: પોલીસકર્મી પતિ અને પત્નીએ દવાપીને જીવન ટુંકાવ્યું, 7 સંતાન અનાથ બન્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરાઃ નસવાડીમાં આજે એક દંપતીએ જીવન ટૂંકાવ્યું હોવાની વિગત સામે આવી છે. પતિ-પત્નીના ઝઘડા ક્યારેક જીવલેણ બની જતો હોય છે. ત્યારે નવસાડીમાં સામે આવેલા આત્મ હત્યાના બનાવમાં ઘરકંકાસ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. ઉલ્લેખનીય છે કે ભરતભાઈ ભરવાડ સંખેડામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.

માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ઈન્દ્રાલ બીટમાંમાં ફરજ બજાવતા અને નવસાવીમાં રહેતા ભરતભાઈ ભરવાડ અને તેમની પત્નીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. નસવાડી ખાતેના તેમના ઘરે પોલીસકર્મી ભરત ભરવાડ અને તેમની પત્ની મેનાબેન ભરવાડે દવા પીને આત્મહત્યા કરી હતી. જો કે ઘટનાની જાણ થતાં પોલીસકર્મી ભરતભાઇ ભરવાડને બોડેલી સંગમ હોસ્પિટલમાં અને પત્નીને મેનાબેનને નસવાડી રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.



જ્યાં તબીબોએ દંપતીને મૃત જાહેર કર્યાં હતા. ઘરકંકાકના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. પોલીસકર્મી અને તેમની પત્નીના આત્મહત્યાના સમાચારથી જિલ્લા પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. દંપતીનું મોત થતાં તેમના સાત સંતાન અનાથ બન્યા છે. જેમાં છ છોકરી અને એક પુત્રનો સમાવેશ થાય છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular