Saturday, May 30, 2026
HomeGeneral'ચૌરાહે પર ખડા કર ચપ્પલોસે પીટના ચાહીએ'- હાર્દિકે કરેલી ટિપ્પણીઓથી સોશિયલ મીડિયામાં...

‘ચૌરાહે પર ખડા કર ચપ્પલોસે પીટના ચાહીએ’- હાર્દિકે કરેલી ટિપ્પણીઓથી સોશિયલ મીડિયામાં જોરદાર મીમ્સનો મારોઃ ટ્રેન્ડિંગમાં સતત વધારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત પ્રદેશ ભાજપનો આજે ખેસ પહેરનારા પૂર્વ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પર લોકોએ જોરદાર ફીટકાર વરસાવ્યો છે જે આપણને સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યારે હાર્દિક પટેલે ખેસ પહેર્યો તેનું લાઈવ ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા આ લાઈવ વખતે પણ લોકોની ધારદાર અને હાર્દિક પટેલના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતી કમેન્ટ્સ આવતી હતી. જોકે ઘણાએ હાર્દિક પટેલના આ નિર્ણયને આવકાર્યો પણ છે, પરંતુ હાલ સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલે અગાઉ કરેલી પોસ્ટ દ્વારા ઘેરાવ કરી નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે જેના કારણે #HardikPatel ટ્રેન્ડિંગમાં નંબર છ પર જોવા મળી રહ્યો છે (આ લખાય છે ત્યારે).

- Advertisement -



હાર્દિક પટેલના કોંગ્રેસ કે ભાજપ સાથે જોડાવાના જ્યારે પણ નિર્ણય કરાયા ત્યારે આંદોલનથી નેતાગીરી સુધી પહોંચનારા હાર્દિક પટેલ સામે લોકોએ ઘણી વખત નારાજગીઓ વ્યક્ત કરી છે. સ્વાભાવીક છે કે તેમણે પણ આ અંગે ત્યારે જ તૈયારીઓ કરી લીધી હશે જ્યારે ભાજપમાં જોડાવાનું સત્તાવાર રીતે નક્કી થયું અને તે જ વખતે તેમણે જરૂર સમજી લીધુ હશે કે તેનું રિએક્શન સોશિયલ મીડિયામાં અને પોતાના ટેકેદારોમાં કેવું આવશે? જોકે જે પણ હોય તેમના ગણીત અને રાજકારણ વચ્ચે આજે સોશિયલ મીડિયા યુનિવર્સિટીને નવો મુદ્દો મળ્યો છે તે નક્કી છે. સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલ પર ક્યાંક કટાક્ષ થઈ રહ્યા છે, કોઈ સરાહના કરી રહ્યું છે તો ક્યાંક હાર્દિકે જ અગાઉ ટ્વીટ્સ, પોસ્ટ કરેલા ફોટો વીડિયો પોસ્ટ કરી નારાજગી વ્યક્ત કરાઈ રહી છે. આવો જોઈએ આવા જ કેટલાક મીમ્સ…

- Advertisement -

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular