Thursday, October 8, 2026
HomeGujaratRSSના હોદ્દેદારે સોસાયટીના રહીશ પર લાકડી વરસાવ્યાના આક્ષેપ: કેમ થઈ ગંગોત્રી ટેનામેન્ટમાં...

RSSના હોદ્દેદારે સોસાયટીના રહીશ પર લાકડી વરસાવ્યાના આક્ષેપ: કેમ થઈ ગંગોત્રી ટેનામેન્ટમાં બબાલ?

- Advertisement -

Vadodara viral video of RSS seva Pramukh attack: વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી-કુણાલ ચાર રસ્તા પાસે આવેલી ગંગોત્રી ટેનામેન્ટ સોસાયટીમાં વીજ થાંભલા ખસેડવાની કામગીરી દરમિયાન બબાલની ઘટના સામે આવી છે. સોસાયટીના રહીશ પર RSS સાથે જોડાયેલા હોદ્દેદાર મનસુખ જેસડીયાએ લાકડી વડે હુમલો કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હોવાનું જણાવાયું છે.

ગંગોત્રી ટેનામેન્ટમાં આજે સવારે વીજ કંપનીના અધિકારીઓ સોસાયટીમાં આવેલા વીજ થાંભલાને ખસેડવાની કામગીરી માટે પહોંચ્યા હતા. આ દરમિયાન સોસાયટીના સભ્યો અને વીજ કંપનીના અધિકારીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. સોસાયટીના તમામ રહીશોની સર્વસંમતિ મેળવ્યા બાદ જ વીજ થાંભલા ખસેડવાની કામગીરી કરવામાં આવે તે અંગે ચર્ચા થઈ રહી હતી.

- Advertisement -

https://www.facebook.com/reel/2120857728533640

આ દરમિયાન સોસાયટીમાં રહેતા અને RSSના પ્રાંત સેવા પ્રમુખ તેમજ પૂર્વ વિભાગ કાર્યવાહ તરીકે ફરજ બજાવતા મનસુખ જેસડીયા ઉશ્કેરાઈ ગયા હોવાનો આક્ષેપ છે. સામાન્ય ચર્ચા દરમિયાન તેમણે સોસાયટીના રહીશ વિશાલ વિનુભાઈ તલસાણીયા પર લાકડી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

વિશાલભાઈને બચાવવા માટે તેમના પત્ની વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન મનસુખ જેસડીયાએ તેમના પર પણ લાકડી ઉગામીને ધમકાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટનાને સોસાયટીના અન્ય એક સભ્યએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હોવાનું જણાવાયું છે.

- Advertisement -
https://www.facebook.com/reel/2120857728533640

ઘટના બાદ વિશાલ વિનુભાઈ તલસાણીયા લક્ષ્મીપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને મનસુખ જેસડીયા સામે લેખિત અરજી આપી હતી. અરજીમાં તેમણે કાયદેસરની અને સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે. લક્ષ્મીપુરા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર જી.ડી. રાજપૂતે જણાવ્યું હતું કે મારામારીની ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપીની શોધખોળ ચાલી રહી છે. બીજી તરફ, મનસુખ જેસડીયાનો પક્ષ જાણવા માટે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular