Wednesday, April 22, 2026
HomeGujaratવડોદરાના ફાયર અધિકારીએ મહિલાને લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ

વડોદરાના ફાયર અધિકારીએ મહિલાને લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરામાં ફાયર વિભાગના અધિકારી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થતાં વડોદરા ફાયર વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ફાયર અધિકારીએ પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા હોવાનું જણાવીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. ઉપરાંત અધિકારી લગ્ન કરવાની લાલચ આપીને અનેક વાર સરકારી ક્વાટર્સમાં તથા ગોવા લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.

વડોદરાના મકરપુરા GIDC ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા નિકુંજ આઝાદ વિરુદ્ધ માંજલપૂર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહિલાએ દાખલ કરાવેલી ફરિયાદ મુજબ, મહિલા અમદાવાદમાં રહે છે અને તેના છૂટાછેડા થયેલા છે. ફાયર અધિકારી નિકુંજ આઝાદ સાથેની મુલાકાત તેની બહેન મારફતે થઇ હતી. ત્યાર બાદ રોજબરોજ મળવાનું થતું હતું. મુલાકાત દરમિયાન નિકુંજ આઝાદે પોતાની ફાયર ઓફિસર તરીકેની ઓળખ આપીને મારા છુટાછેડા થયા છે અને હું તારી સાથે લગ્ન કરવા ઇચ્છું છું. તારા જે દિવસ છુટાછેડા થશે ત્યારે આપણે લગ્ન કરી લઇશું તેમ કહ્યું હતું.

- Advertisement -

વર્ષ 2018માં નિકુંજએ વડોદરાના સરકારી ફાયર ક્વાટર્સમાં બોલાવી હતી અને લગ્ન બાદ આપણે અહીંયા જ રહેવાનુ છે કહીને શારીરિક સંબંધ બાંધવા કહ્યું હતું, જો કે મહિલાની ના હોવા છતાં મહિલાની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. તે જ વર્ષમાં નિકુંજ નાગપુર ટ્રેનીંગ માટે ગયો હતો. જ્યાંથી દર શનિ-રવિ મહિલાને મળવા માટે અમદાવાદ આવતો હતો અને મહિલાને હોટલમાં લઈ જતો હતો. ઉપરાંત ગોવામાં ટ્રેનીંગ દરમિયાન મહિલાને સાથે લઈ ગયો હતો જ્યાં અધિકારીઓને પોતાની પત્ની તરીકેની ઓળખ આપી હતી. નિકુંજએ ગોવામાં પણ દુષ્કર્મ આચર્યું હતું.

ગોવામાં નિકુંજ મહિલા સાથે હતો તે દરમિયાન મહિલાની નજર તેના મોબાઈલમાં પડી હતી જેમાં મમ્મીના નામે એક નંબર સેવ કરેલો હતો. આ નંબર પર નિકુંજ તેની પત્ની અને બાળકોનો ફોટો મહિલાને જોવા મળતા નિકુંજનો ભાંડો ફૂટી ગયો હતો. મહિલાએ નિકુંજને પત્ની હોવા છતાં કેમ સંબંધ રાખ્યો પૂછતાં જણાવ્યુ કે, મારા છુટાછેડા થયા નથી. છુટાછેડા થયા ન હોય તો તું મારી સાથે સંબંધ ન રાખે એટલા માટે ખોટું બોલ્યો.

વર્ષ 2020માં નિકુંજે મહિલાને કાયમી વડોદરા રહેવા માટે બોલાવી હતી. વર્ષ 2021માં મહિલા તેના ઘરે રહેવા ગઈ દરમિયાન બંનેએ ઘરમાં ફૂલહાર કરીને લગ્ન કર્યા હતા. મહિલાને બાલ્કનીમાં બેસવાની આદત હોવાથી ત્યાં જતાં નિકુંજનો ફોન આવી જતો હતો અને કહેતો ક્યાં છે રૂમમાં કેમ નથી, જેથી મહિલાને શંકા થઈ હતી કે તેના રૂમમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે. જેની તપાસ કરતાં એક ગુપ્ત કેમેરો મળી આવ્યો હતો. મહિલાને શંકા છે કે નિકુંજે શારીરિક સંબંધ બાંધ્યા તેના ફૂટેજ પણ તેની પાસે હશે. હાલ માંજલપુર પોલીસે ફાયર અધિકારી સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular