Saturday, October 24, 2026
HomeGujaratVadodaraપોલીસ જાપ્તામાંથી ભાગેલો વડોદરાનો કુખ્યાત શાર્પ શૂટર એન્થોની લોડેડ પિસ્ટલ સાથે ઝડપાયો

પોલીસ જાપ્તામાંથી ભાગેલો વડોદરાનો કુખ્યાત શાર્પ શૂટર એન્થોની લોડેડ પિસ્ટલ સાથે ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara Crime News: વડોદરાનો કુખ્યાત ઈનામી શાર્પ શૂટર એન્થોનીને (sharpshooter Anthony) ઝડપવામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચને (Vadodara Crime Branch) આજરોજ સફળતા મળી છે. પોલીસને બાતમી મળી હતી કે એન્થોની વડોદરામાં (Vadodara) આવી રહ્યો છે જેના આધારે પોલીસે વૉચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા એન્થોનીની તલાસી લેતા પોલીસને તેની કમરમાં રાખેલી લોડેડ પિસ્ટલ પણ મળી આવી હતી.

મળતી વિગતો અનુસાર વર્ષ 2022માં જાલી નોટના કેસમાં ઝડપાયેલો કુખ્યાત શાર્પ શૂટર એન્થોનીને મેડિકલ સારવાર માટે SSG હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાંથી આરોપી એન્થની સારવાર દરમિયાન જ નાસી છૂટ્યો હતો અને ત્યારથી તેને શોધવા માટે પોલીસ મહેનત કરી રહી હતી. વડોદરા પોલીસે આરોપીને ઝડપી લેવા માટે 5 જેટલી ટીમ બનાવી શોધખોળ આદરી હતી પરંતુ સફળતા મળી હતી નહીં. ત્યારે પોલીસ કમિશનર દ્વારા રૂપિયા 25 હજારનું ઈનામ પણ એન્થોની પર જાહેર કર્યું હતું. આમ છેલ્લા સાત મહિનાથી આરોપી એન્થોની વિવિધ સ્થળો પર ફરતો રહી પોલીસ પકડથી બચતો હતો.

- Advertisement -

એવામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે માહિતી મળી હતી કે એન્થોની વડોદરામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસે એન્થોનીને ઝડપી લેવા માટે વૉચ ગોઠવી હતી. જેમાં પોલીસ એન્થોની સુધી પહોંચવામાં સફળ રહી હતી અને એન્થોની આબાદ ઝડપાયો હતો. પોલીસે આરોપી ખુંખાર હોય અને 41 જેટલા ગુનામાં પોલીસ ચોપડે નોંધાયેલો હોય સમગ્ર ઓપરેશન ખાનગી રીતે પાર પાડવું પડ્યું હતું. પોલીસે એન્થોનીને ઝડપી લઈ તલાસી લેતા તેના કમરના ભાગેથી લોડેડ પિસ્ટલ અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે એન્થોની લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં વડોદરાના કુખ્યાત બુટલેગર મુકેશ હરજાણી અને આણંદના અલ્પેશ ચાકાનો હત્યા કેસ ખુબ ચકચારી રહ્યો હતો. સાથે જ તેણે દાહોદ, ભરૂચ, જામનગર, છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરા ગ્રામ્ય તેમજ ખેડા અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ગુના આચરેલા છે.

આમ 6 મે 2022ના રોજ પોલીસના જાપ્તામાંથી નાસી છુટેલો એન્થોનીને ઝડપી પાડવામાં પોલીસને 7 મહિના બાદ સફળતા મળી હતી. મહત્વની વાત છે કે પોલીસને એન્થોની પાસેથી આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ મળી આવ્યા હતા જેમાં સન્ની સિંઘાનીયા રહેવાસી મુંબઈ લખેલું જોવા મળ્યું હતું. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આરોપી એન્થોનીને ફરાર રહેવા દરમિયાન કોણે મદદ પુરી પાડી હતી. ઉપરાંત ઝડપાયેલી પિસ્ટલ ક્યાંથી લાવ્યો અને તેનો શું ઉપયોગ કરવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ આદરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular