Monday, February 17, 2025
HomeGujaratવડોદરા પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગમ્યું, અસામાજિક તત્વોમાં ફફડાટ

વડોદરા પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગમ્યું, અસામાજિક તત્વોમાં ફફડાટ

- Advertisement -

ધ્રુવ સોલંકી (નવજીવન ન્યૂઝ. વડોદરા): ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લુખ્ખાતત્વો બેફામ બન્યા છે. ગુજરાતનાં DGP કહે છે કે, ગુજરાતમાં ક્રાઇમ રેટ ઘટ્યો છે. પરંતુ વાસ્તવિક્તા કઈક અલગ જ છે, કારણ કે હાલની ઘટનાઓ જોઈએ તો ગુજરાતમાં ક્રાઈમ રેટ સતત વધી રહ્યો છે. ત્યારે હવે વડોદરા પોલીસ દ્વારા ગુજસીટોક (Gujarat Control of Terrorism and Organized Crime Act 2015 (GUJCTOC) કાયદાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.

વડોદરા શહેર પોલીસે (Vadodara City Police)થોડા વર્ષ અગાઉ બિચ્છુ ગેંગના અસલમ બોડિયાની ગેંગના 26 સાગરીતો સામે ગુજસીટોક હેઠળ પ્રથમ વાર વડોદરામાં ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ હવે કારેલીબાગના નામચીન અને માથાભારે હુસેન સુન્ની અને તેની ગેંગના 9 સભ્યો સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો છે. જેમાંથી 8 વ્યક્તિઓની અટકાયત કરાતા અસામાજિક તત્વોમાં ભયનો માહોલ પેદા થયો છે.

- Advertisement -

વડોદરામાં બિચ્છુ ગેંગ દ્વારા ખંડણી, ધાક-ધમકી આપવી અને મારામારી જેવા ગુના આચરવામાં આવતા હતા. જેને કારણે ખાસ કરીને વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. વડોદરા ક્રાઇમ બ્રાંચ (vadodara crime branch) દ્વારા 3 વર્ષ અગાઉ અસલમ બોડિયા અને તેના 25 સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી, અસલમ તેમજ મુન્ના તરબૂચની લાખોની સંપત્તિ ટાંચમાં લીધી હતી. છેલ્લા કેટલાક સમયથી વડોદરાના કારેલીબાગના કાસમઆલા વિસ્તારમાં હુસેન સુન્ની, તેના ત્રણ ભાઈઓ અને સાગરીતો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવતી હતી. હુસેન સુન્ની તેના સાગરીતો દ્વારા ખંડણી, હુમલા, ધાક–ધમકી આપવી, જાનથી મારી નાખવાની ધમકી, હત્યાનો પ્રયાસ, અપહરણ, ચોરી જેવા ગુના આચરવામાં આવતા હોવાથી વડોદરા ક્રાઈમ બ્રાંચ દ્વારા હુસેનની કાસમઆલા ગેંગના 9 સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ટોળકી દ્વારા છેલ્લા 10 વર્ષમાં 164 જેટલા ગુનાઓ આચરીને ભયનો માહોલ ઉભો કર્યો હતો. આમ કાસમઆલા ગેંગનો અંત નજીક હોય તેવું લાગી રહ્યું છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular