Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadAMCએ 5 વર્ષમાં 425 કરોડ વાપર્યા, છતાં વાયુ પ્રદૂષણ ઘટવાને બદલે વધ્યું

AMCએ 5 વર્ષમાં 425 કરોડ વાપર્યા, છતાં વાયુ પ્રદૂષણ ઘટવાને બદલે વધ્યું

- Advertisement -

ધ્રુવ સોલંકી (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): હવાનું પ્રદૂષણ (Air Pollution) એ એક ગંભીર મુદ્દો છે, જે દિવસેને દિવસે ગંભીર બની રહ્યો છે. દિલ્હીમાં હવાના પ્રદૂષણના સમાચાર પણ તમે સાંભળ્યા હશે, પરંતુ હવે અમદાવાદના (Ahmedabad) વાયુ પ્રદૂષણમાં વધારો નોંધાયો છે. એર ક્વોલિટી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રૂપિયા 425.83 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, છતાં શહેરના વાયુ પ્રદૂષણમાં ઘટાડો તો નહીં પણ વધારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના એર ક્વોલિટી કંટ્રોલ પ્રોગ્રામ દ્વારા વર્ષ-2020થી 2025 સુધીના પાંચ વર્ષના સમયમાં રૂપિયા 425.83 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાં રોડ માટે 252.71 કરોડ, CNG બસ માટે 32.52 કરોડ, ચાર્જિગ સ્ટેશન માટે 12.36 કરોડ, ગાર્ડન ડેવલપમેન્ટ માટે 80.94 કરોડ, સોલાર પેનલ માટે 14.37 કરોડ, ઓન રોડ ચાર્જિંગ સ્ટેશન માટે 2.39 કરોડ, ઈલેકટ્રિક બસ માટે 15.71 કરોડ, મિસ્ટ મશીન માટે 3.64 કરોડ, મ્યુનિ.સ્ક્રેપ વાહન માટે 5.92 કરોડ, જંકશન ડેવલપેન્ટ માટે 4 લાખ, એ.ક્યુ. સોફ્ટવેર માટે 9 લાખ 80 હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પૈકી સૌથી વધુ ખર્ચ રૂપિયા 252.71 કરોડ રોડ-રસ્તાની કામગીરી પાછળ કરવામાં આવ્યો છે.

- Advertisement -

પાંચ વર્ષમાં રોડની કામગીરી પાછળ આટલો મોટો ખર્ચ કરવા છતાં તંત્રના ઈજનેર વિભાગની બેદરકારી અને તપાસના અભાવે સવારે અને સાંજના સમયે શહેરના પીરાણા અને ગોતા સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળે છે. આ ઉપરાંત શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ, રખિયાલ, ચાંદખેડા અને ગ્યાસપુર જેવા વિસ્તારોમાં પણ હવા પ્રદૂષણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, 23થી 29 ડિસેમ્બર, 2024 સુધીના 7 દિવસમાં શહેરના 10 વિસ્તારમાં 100થી વધારે AQI નોંધાયો હતો. થોડા સમય અગાઉ તંત્ર દ્વારા જે વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ વધારે હોય, તે વિસ્તારોમાં મિસ્ટ મશીનથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પરંતુ થોડા સમય બાદ કોઈ અગમ્ય કારણોસર પાણીનો છંટકાવ બંધ કરી દેવામાં આવ્યો હતો. આમ કરોડોનો ખર્ચ કરવા છતાં અમદાવાદ શહેરની પરિસ્થિતિ ઠેરની ઠેર છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular