Thursday, April 16, 2026
HomeGujaratVadodaraનકલી નોટ અને ડોક્યુમેન્ટના આરોપીઓને વડોદરા સેસન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા, PI એચ.એમ....

નકલી નોટ અને ડોક્યુમેન્ટના આરોપીઓને વડોદરા સેસન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા, PI એચ.એમ. વ્યાસની તપાસ રંગ લાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara Crime News : વડોદરા SOG દ્વારા વર્ષ 2017માં શહેરમાંથી નકલી નોટ અને બોગસ ડોક્યુમેન્ટ્સનું રેકેટ (fake notes and documents racket)ઝડપી પાડવામાં આવ્યું હતું. જે મામલે SOG ના તત્કાલીન પોલીસ ઈન્સપેક્ટર એચ.એમ. વ્યાસ (PI H.M Vyas)દ્વારા ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવતા વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, બોગસ ડોક્યુમેન્ટ બનાવડાવી મધ્ય ગુજરાત વીજ કંપનીના બે કર્મચારીઓએ હાયર ગ્રેડનો લાભ લઈ લીધો હતો. આ મામલે તત્કાલિન PI એચ.એમ. વ્યાસની તપાસે રંગ લાવતા આજરોજ 2 ફેબ્રુઆરીના રોજ વડોદરા સેસન્સ કોર્ટે 4 આરોપીઓને સજા ફટકારી છે.

ઘટનાની વિગત એવી છે કે, જાન્યુઆરી 2017માં વડોદરા SOGએ શહેરમાં ચાલી રહેલા નકલી નોટ અને બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. જેમાં મુખ્ય આરોપી શાહનવાજ ઉર્ફે શાનું પઠાણ રૂપિયા 100, 50, 20 અને 10ના દરની નકલી નોટ કલર પ્રિન્ટ કરી બજારમાં ફરતી કરતો હતો. સાથે જ આરોપી માર્કશીટ, ડ્રાયવીંગ લાયસન્સ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ તેમજ પીસીસી અને લિવિંગ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ પણ બોગસ બનાવી આપતો હતો. SOGએ માહિતી મળતા આરોપી પર વૉચ ગોઠવી બનાવટી નોટ સહિતના ડોક્યુમેન્ટ બનાવવાના સાધનો સાથે આરોપીને વાઘોડીયા ચોકડી નજીકથી ઝડપી પાડ્યો હતો. આ મામલે વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવતા વધુ ચોંકાવનારી માહિતીઓ સામે આવતા મધ્ય ગુજરાત વીજ કંપનીના બે કર્મચારીઓએ ધોરણ 8 પાસ હોવા છતાં નકલી કાગળો બનાવડાવી હાયર ગ્રેડ મેળવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું.

- Advertisement -

પોલીસે આ કારસ્તાનમાં સંકળાયેલા શાહનવાઝ ઉર્ફે શાનુ પઠાણ, રીયાઝઅલી સૈયદ, યોગેશ સંધાણે, દિનકર શિંદે અને મહંમદ ઈકબાલ આદમજીવાલાની ધરપકડ કરી હતી. પરંતુ આ તમામ આરોપીઓ વિરૂધ્ધ મજબૂત પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવે તો જ આરોપીઓને કાયદો સજા કરી શકે. માટે તત્કાલિન PI એચ.એમ. વ્યાસે ગંભીરતા પૂર્વક તમામ આરોપીઓ વિરૂધ્ધના પુરાવા એકત્રિત કરી વધુ મજબૂત પુરાવા માટે એફ.એસ.એલની મદદ પણ લીધી હતી. સાથે જ કૂનેહ પૂર્વક પી.આઈ. રાઈટર ફિરોઝખાને તમામ પુરાવાની ઝીણવટ પુર્વકની માહિતીઓ તૈયાર કરી હતી. બાદમાં તમામ પુરાવા અને એફ.એસ.એલ. રિપોર્ટ સાથે આરોપીઓ વિરૂધ્ધ કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. જે મામલે PI એચ.એમ. વ્યાસની મહેનતે રંગ લાવતા આજરોજ વડોદરા સેસન્સ કોર્ટમાં તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો સિધ્ધ થતા કોર્ટે તમામને કેદ અને દંડની સજા ફટકારી છે.

આ મામલે સરકાર પક્ષે એડીશનલ પબ્લિક પ્રોસિક્યુટર બી.એસ. પુરોહિત દ્વારા વડોદરા કોર્ટમાં ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. સાથે જ પોલીસે રજૂ કરેલા પુરાવાઓ અને સાહેદોના નિવેદનોને ધ્યાને રાખી આજરોજ 2 ફેબ્રુઆરીના રોજ વડોદરા સેસન્સ કોર્ટે ચૂકાદો સંભળાવતા આરોપી શાહનવાઝ ઉર્ફે શાનુને દસ વર્ષની કેદ અને 5 હજારનો દંડ અને રીયાઝઅલી સૈયદ, યોગેશ સંધાણ તેમજ દિનકર શિંદેને પાંચ વર્ષની કેદ અને 5 હજારના દંડની સજા સંભળાવી હતી. જ્યારે એક આરોપી મહંમદ ઈકબાલ આદમજીવાલાનું ટ્રાયલ દરમિયાન મરણ થયેલું હોય કોર્ટે તેના પુરતો કેસ એબેટ કરવાનો હુકમ કર્યો છે. આ ચૂકાદાને પગલે પોલીસ બેડામાં PI એચ.એમ. વ્યાસની તપાસ અને પુરાવા એકત્રિત કરવાની કૂનેહના વખાણ થઈ રહ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular